<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે જળ સંચય અભિયાનની શુભ શરૂઆત

મોવિયાઃ ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે ગીર ગંગા જળધારા ટ્રસ્‍ટ દ્વારા જળ સંચય અભિયાનની શુભ શરૂઆત કરવામાં આવી. આ અભિયાનની શરૂઆત શ્રી હનુમાન જયંતિના દિવસે ગામના સરપંચ શૈલેષભાઈ ખાતરાના હસ્‍તે શ્રીફળ વધેરીને કરવામાં આવી હતી. આ અભિયાન ખર્ચની રકમ ગામ સમસ્‍ત ગ્રામ જનો તથા દેરડી કુંભાજી ગામના બહાર રહેતા લોકો તરફથી પૂરતા પ્રમાણમાં ખર્ચની રકમ મળી છે અને હજુ મળવી શરૂ છે. જે જે દાતાશ્રીઓ એ આ અભિયાનમાં ઉદાર હાથે ફાળો આપ્‍યો છે તેઓનો ખૂબ આભાર સાથે ધન્‍યવાદ પાઠવવામાં આવ્‍યા છે.આ અભિયાનની શુભ શરૂઆત કાપડિયા તળાવમાં કરવામાં આવી હતી. આ અભિયાનમાં ગામના તમામ આગેવાનો, વળક્ષ સમિતિના સભ્‍યો અને મિત્રોએ હોંશે હોંશે જોડાઈને જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીર-અહેવાલઃ અશોક પટેલ, મોવિયા)

(10:38 AM IST)