News of Tuesday, 7th April 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને જરદોશી-એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા-ફ્રુટનો અન્નકૂટ
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)અને કોઠારી વિવેકસાગર સ્વામીની પ્રેરણાથી આયોજન

રાજકોટ તા.૭ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘાની શણગાર કરાયો એવં દાદાને કીવી,સફરજન, કેરી,મોસંબી,કેળા વગેરે ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો હતો.
આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
