<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

જૂનાગઢ જેલમાં ફરી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ: સંત્રી રૂમ પાસે તપાસ દરમિયાન 3 મોબાઈલ અને તમાકુ-ચુનો મળ્યા

મોબાઈલ જેલમાં કેવી રીતે પહોંચ્યા અને તેમાં કેદીઓ કે બહારના કયા શખ્શોની સંડોવણી છે, તે દિશામાં તપાસ શરૂ

 

જૂનાગઢ જિલ્લા જેલમાં ફરી એકવાર મોબાઈલ કાંડ સામે આવ્યો છે. જેલમાં સંત્રી રૂમ પાસે તપાસ દરમિયાન 3 મોબાઈલ ફોન મળી આવ્યા છે. 

જૂનાગઢ જિલ્લા જેલ, સંત્રી રૂમ પાસે તપાસ દરમિયાન 3 મોબાઈલ ફોન, તમાકુ અને ચૂનો જેવી પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

આ મોબાઈલ જેલમાં કેવી રીતે પહોંચ્યા અને તેમાં કેદીઓ કે બહારના કયા શખ્શોની સંડોવણી છે, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં જૂનાગઢ જેલમાં વારંવાર મોબાઈલ મળી આવવાની ઘટનાઓ બની છે. અગાઉ 5 એપ્રિલના રોજ બેરેક નંબર 13 માં ટીવી સેટઅપ બોક્સ પાછળથી પણ મોબાઈલ અને સિમકાર્ડ મળી આવ્યા હતા

(11:33 AM IST)