News of Tuesday, 7th April 2026
સાવરકુંડલાના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઠંડા પાણીનું પરબ ચાલુ કરાયું

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૭: ઉનાળો ધીમે ધીમે તેના અસલ મીજાજ મા આવી રહ્યો છે જોકે હાલ તો હજુ વહેલી સવારે થોડી ઠંડક હોય છે પરંતુ દસ વાગ્યા બાદ ઉનાળાની ગરમીનો અહેસાસ થવા માંડે છે અને લોકોને પણ પીવા નાં પાણીની જરૂરિયાત ભી થાય છે ત્યારે સાવરકુંડલા શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તાર કે જે વિસ્તારમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના અનેક લોકો કામ ધંધાર્થે અવરજવર કરતા હોય છે તેમાં એ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે બળબળતા તડકામાં પીવાનું ઠંડુ પાણી મેળવવું મુશ્કેલ હોય છે ત્યારે આ વાતની જાણ હઝરત હાફીઝ નૂર મોહમ્મદ સાહેબ ટ્રસ્ટના વ્યવસ્થાપક અશરફભાઈ કુરેશી (ચિનગારી) ને થતા તેમણે હઝરત હાફિઝ નૂર મહંમદ સાહેબ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલાના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઠંડા પાણીનું બરફ ભું કરવામાં આવ્યું છે અહીં કુદરતી રીતે ઠંડુ પાણી રહે તે માટે માટીની નાન મૂકવામાં આવી છે જેમાં નિયમીત પાણી ભરવાની, સાફસફાઈ અને દેખરેખ રાખવાની સેવા અહીં લારીઓ રાખી મજૂરી કામ કરતા મજૂર લોકો કરી રહ્યા છે ઠંડા પાણીની સગવડ ભી થતા અહીંથી પસાર થતાં રાહદારીઓ હાશકારા સાથે મહંમદ સાહેબ ટ્રસ્ટને પ્રણામ અને સેવા કરનાર મજુર મિત્ર મંડળને મનોમન અભિનંદન આપી રહ્યા છે
અત્રે ઉલ્લેખની છે કે સાવરકુંડલાના હાફીઝ સાહેબ મુસ્લિમ ધર્મગુરુ હતા, પરંતુ મુસ્લિમ સમાજ જેટલા જ સેવકો હિન્દુ સમાજમાંથી તેમને માનતા હતા અને હાલમાં પણ હાફિઝ સાહેબ ટ્રસ્ટ દ્વારા ગરીબ દીકરીઓના સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સહીત કરવામાં આવતી સેવાકીય પ્રવળતિઓ માં પણ હાફીઝ સાહેબમાં આસ્થા ધરાવનારા હિન્દુ સેવકો દ્વારા આર્થિક સહયોગ મળી રહ્યો છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
