News of Tuesday, 7th April 2026
ઉપલેટામાં જનવાદી મહિલા સમિતિનું સંમેલન યોજાયું

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટાઃ પ્રવર્તમાન સમયમાં મહિલાઓના અધિકાર અને મહિલા સંગઠન શક્તિ ઊભી કરવા અખિલ ભારતીય જનવાદી મહિલા સમિતિ દેશનું સૌથી મોટું સક્રિય મહિલા સંગઠન છે જનવાદી મહિલા સમિતિનું મહિલા પ્રતિનિધિનું સંમેલન ઉપલેટા ખાતે યોજાયું આ સંમેલનમાં મુખ્ય મહેમાન જન્મદિન મહિલા સમિતિ ગુજરાત રાજ્યના કન્વીનર હંસાબેન બારીયા ઉપસ્થિત રહ્યા હતા. સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશની સરકાર ખાનગીકરણના માર્ગે જઈ રહી છે શિક્ષણના ખાનગીકરણને પ્રોત્સાહન આપવા સરકારી શાળાઓ બંધ કરે છે અને મર્જ કરે છે આરોગ્યનું ખાનગીકરણ કરવાથી મેડિકલ સારવાર અને જીવન રક્ષક દવાઓ મોંઘી થઈ રહી છે રોજગારી ક્ષેત્રમાં સરકારી નવી ભરતીઓ થતી નથી સમાજ કલ્યાણ ની યોજનામાં બજેટ ઘટી રહ્યા છે તેની સીધી અસર મહિલાઓના જીવન ઉપર પડે છે ઘર ચલાવવામાં મુશ્કેલીઓ વધી રહી છે મોંઘવારી વધતી જાય છે બીજી તરફ રોજગારી તૂટી રહી છે ત્યારે સમાજ જીવનની કઠણાઈ નો ભોગ મહિલાઓ બને છે કાયદો અને વ્યવસ્થાની તૂટતી જતી સ્થિતિથી અરાજકતાઓ વધી રહી છે બળાત્કાર અને મહિલા અત્યાચારની ઘટનાઓ વધી રહી છે ત્યારે મહિલાઓની સંગઠિત શક્તિ અને એકતા ની તાતી જરૂરિયાત છે તેવા સમયે મહિલા પ્રતિનિધિઓને સક્રિયતાથી કામ કરવા હાકલ કરી હતી સંમેલનમાં ગુજરાત રાજ્યના આગેવાન ગીતાબેન સોરઠીયા ભાવનગરના આગેવાન જયશ્રીબેન સોલંકી ગ્રામ્ય મહિલા સંગઠનના ઝંકુબેન બારીયાએ મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું સંમેલનને સફળ બનાવવા રાજકોટ જિલ્લાના કન્વીનર પમીબેન ડેર હંસાબેન પરમાર નીતાબેન ચંદ્રવાડીયા પ્રભાબેન રાજગોર ગીતાબેન સોલંકી રાધાબેન મારવાડી ઇન્દુબેન મધુબેન ગજેરા મોનાબેન ઘરવડા જુબેદાબેન સોરા સહિત મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.(તસવીર : ભોલુ રાઠોડ)
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
