News of Tuesday, 7th April 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આગાહીઃ પવનનુ જોર વધ્યુ
મોડી રાત્રે અને વહેલી સવારના સમયે ઠંડકની અસર વર્તાઇઃ બપોરે ધોમધખતો તાપ

રાજકોટ તા. ૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આગાહી વચ્ચે પવનનું જોર વધ્યુ છે. આવા વાતાવરણ વચ્ચે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર વર્તાઇ રહી છે. જો કે બપોરના સમયે ધોમધખતો તાપ યથાવત છે.
ગુજરાત રાજયમાં છેલ્લા ઘણા દિવસોમાં હવામાનમાં વારંવાર પલ્ટો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત માવઠાની આગાહી આપવામાં આવતા લોકોમાં ચિંતા પ્રસરી છે.
હવામાનમાં પલ્ટા સાથે આછા વાદળા છવાઇ જાય છે. અને પવનનું જોર વધતા મિશ્ર વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આજે મંગળવારે રાજયના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજ તેમજ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આગાહી અનુસાર ત્રણ દિવસ દરમ્યાન રાજયના મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શકયતા નથી. ત્યાર પછી તાપમાનમાં ધીમે-ધીમે ર થી ૪ ડીગ્રીનો વધારો થવાથી શકયતાઓ છે. ત્રણ દિવસ બાદ રાજયમાં ગરમીનો પારો ઉંચકાય તેવી પુરેપુરી શકયતાઓ વ્યકત કરવામાં આવી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રપ, મહત્તમ તાપમાન ૩ર.પ, ભેજનું પ્રમાણ ૭૩ ટકા, પવનની ગતિ ૧૧.૪ કિ. મી. રહી છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
