તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
જમીન વાવવા પ્રશ્ને જસદણના શિવરાજપુરમાં મહિલા ઉપર નિર્લજજ હુમલો કરી માર માર્યો
દહીંસરાના યુવાનની કાર જસદણનો અર્જુન ત્રિવેદી લઇ ગયા બાદ પરત ન આપી છેતરપીંડી કરી મોટા દડવા ગામે વાડીની ગટર પ્રશ્ને વિનુભાઇ વેકરીયાને ૪ શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો

રાજકોટ, તા., ૭: જસદણના શિવરાજપુર ગામે જમીન વાવવા પ્રશ્ને મહિલા ઉપર નિર્લજજ હુમલો કરી માર મારતા ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ સંગીતાબેન /કૈલાશગીરી ગોસઇા ઉ.વ.૩૦ રહે. બોટાદ ગઢડા રોડ રઘુનંદન સોસાયટી હરીદર્શન શોપીંગ અંદર આનંદ ધામ સોસાયટી મકાન નં. બી-૧૮ મુળ રહે. શીવરાજપુરએ આરોપી (૧) અરજણભાઇ નાથાભાઇ રાદડીયા (ર) દિલીપભાઇ અરજણભાઇ રાદડીયા (૩) સુરેશભાઇ ધીરૂભાઇ રાદડીયા રહે. ત્રણેય શીવરાજપુર સામે જસદણ પોલીસમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી પોતાની વડીલો પાર્જીત ખેતીની જમીન વાવતા હતા ત્યારે આ આરોપી નં. ૧ એ ફરીયાદીને કહેલ કે કેમ તમે અહી આવેલ છો એમ કહી ફરીયાદી સાથે બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો આપી અને ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપીએ ફરીયાદીને જો તમો અહી બીજી વાર જમીન વાવવા આવ્યા તો તમોને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી તથા આરોપી નં.ર એ ફરીયાદીનું બાવડુ પકડી શરીરે અલગ-અલગ જગ્યાએ અડપલા કરી, પહેરેલ કપડા ફાડી નાખી, છાતીના ભાગે તથા શરીરના અન્ય ભાગે અડી ઢીકાપાટુનો માર મારેલ તથા આરોપી નં. ૩ એ ફરીયાદીને અહી શું કામ વાવવા માટે આવેલ છો તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી એક બીજાને મદદગારી કરી હતી.
આ ફરીયાદ અન્વયે જસદણ પોલીસે ઉકત ત્રણેય સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
તેમજ છેતરપીંડીના બનાવમાં હરેશભાઇ નાજાભાઇ સોસા ઉ.વ.રર ધંધો ખેતી રહે. દહીસરા રામજી મંદીર પાસે તા. જસદણ એ આરોપી અર્જુન મહેન્દ્રભાઇ ત્રિવેદી રહે. જસદણ જીલ્લેશ્વર પાર્ક તા. જસદણ સામે જસદણ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ છે કે આરોપી ફરીયાદીને દવાખાનાનું બહાનુ બતાવી ફરીયાદીની ફોરવ્હીલ ગાડી રજી.નં. જીજે-૩-એનબી-૯૯૭ વાળી જેની કિ. રૂા. ૬,ર૦,૦૦૦ થાય તે લઇ ગયેલ અને બાદ ફરીયાદીએ અવાર નવાર ફોન કરી ફોર વ્હીલ પરત કરવા કહેતા બહાના બતાવી ફોર વ્હીલ પરત નહી કરી છેતરપીંડી કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરીયાદ અન્વયે જસદણ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
તેમજ મારામારીના બનાવમાં વીનુભાઇ પોલાભાઇ વેકરીયા (ઉ.પપ) ધંધો ખેતી રહે. મોટા દડવા નવા પટેલ સમાજની બાજુમાં તા. ગોંડલ એ આરોપી (૧) છગનભાઇ ગાંડુભાઇ ડોબરીયા (ર) જયદીપ છગનભાઇ ડોબરીયા (૩) નૈમિષભાઇ છગનભાઇ ડોબરીયા તથા (૪) દીલીપભાઇ ભીખાભાઇ ડોબરીયા, રહે. ચારેય મોટા દડવા તા. ગોંડલ સામે આટકોટ પોલીસમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી તથા સાહેદ પોતાની વાડીએ ગટર ઉકેરવાનું કામ કરતા હતા ત્યારે આરોપીએ ફરીયાદીને બોલાવતા સાહેદ ત્યાં જવાની ના ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઇ જ ગાળો આપી એકસંપ કરી ફરીયાદીને ધકકો મારી નીચે પછાઢી ઢીકાપાટુનો મુઢ માર આખા શરીરે મારી આરોપી આવ્યા હતા આ ફરીયાદ અન્વયે આટકોટ પોલીસે ઉકત ચારેય સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
