<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરોની હાજરી વચ્‍ચે ઉપલેટામાં ભાજપના સ્‍થાપના દિવસની ઉજવણી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૭: આજે અહીંના પોરબંદર રોડ ઉપર આવેલ ભગવતી ડેરી ખાતે હોદ્દેદારો આગેવાનો કાર્યકરો ની વિસાળ હાજરી વચ્‍ચે ભાજપના સ્‍થાપના દિવસની આગેવાનોના વરદ હસ્‍તે ભારતમાતાની છબીને દિપ પ્રાગટય કરી ભવ્‍ય ઉજવણી કરવમાં આવેલ આ પ્રસંગે પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા ગોવિંદભાઈ સુવા યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુંમર ભોલે કિરીટભાઈ પાદરીયા વિગરે આગેવાનો એ કેન્‍દ્ર અને રાજ્‍ય ની ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ વણ થંભ્‍યા વિકાસ ને યાદ કરેલ આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા નપા પ્રમુખ વર્ષાબેન ગજેરા બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા પૂર્વ નગરપતિ મયુરભાઈ સુવા સ્‍કુલ બોર્ડ ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા સુરજ ડેર અનિતાબેન ચૌહાણ રેખાબેન ડાભી અસ્‍મિતાબેન મુરાણી હરસુખભાઈ પટેલ રાજ વાઢેર જસ્‍મીન હિરાણી મહાવીરસિંહ વાળા વિક્રમસિંહ સોલંકી મહેશ સુવા દિપક સુવા શૈલેશ બારેયા પરબત બારૈયા નિમિત પાનાસરા અજય જાગાણી અશ્વિન વસવેલીયા પરાગ સુતરીયા સહિત ના આગેવાનો કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસવીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:45 AM IST)