<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

સાયલા પાસે અકસ્‍માતમાં મોરબીના શકત સનાળાનાં શકિત માતા મંદિરના પૂજારી અને તેના પત્‍નિના મોતથી અરેરાટી

કારમાં ચોટીલા જઇ રહ્યા હતા ત્‍યારે ટ્રક સાથે અથડાતા અકસ્‍માત સર્જાયો

(પ્રવિણ વ્‍યાસ-ફઝલ ચૌહાણ દ્વારા) મોરબી-વઢવાણ તા. ૭: સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો છે. ગોપી હોટલ પાસે કાર કોઈ કારણોસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્‍માતમાં કારમાં મોરબીના પૂજારી પતિ-પત્‍નીનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્‍યું છે.

મળતી માહિતી મુજબ, બપોરે ૩-૧૫ વાગ્‍યે કાર સાયલાથી ચોટીલા તરફ જઈ રહી હતી ત્‍યારે આ અકસ્‍માત નડ્‍યો હતો. મળતકોની ઓળખ મોરબીના શકત શનાળા સ્‍થિત શક્‍તિ માતાના મંદિરના પૂજારી રાહુલગીરી નૌતમગીરી ગોસ્‍વામી અને તેમના પત્‍નિ વૈશાલીબેન રાહુલગીરી ગોસ્‍વામી તરીકે થઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કુરચો બોલી ગયો હતો અને દંપતીએ જીવ ગુમાવ્‍યો હતો. આ દંપતિ અંબાજી દર્શન કરવા જઈ રહ્યું હતું. તે વેળાએ આ દુઃખદ ઘટના સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસનો કાફલો ઘટનાસ્‍થળે દોડી આવ્‍યો હતો. પોલીસે બંને મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે સાયલાની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડયા હતા. અકસ્‍માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્‍યા હતા. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસનો કાફલો ઘટનાસ્‍થળે દોડી આવ્‍યો હતો. પોલીસે બંને મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે સાયલાની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડ્‍યા છે. અકસ્‍માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્‍યા હતા. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. સાયલા પાસે કાર હોટલમાં પાર્ક કરેલી ટ્રક પાછળ ધસી જતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં મોરબીના છનાળા ગામના પ્રાચીન શકિત ચામુંડા ધામના મહંત, તેમના પત્‍નિનું મોત થયું હતું. પુરપાટ જતી કાર હાઇવેથી નીચે ઉતરી જતા અકસ્‍માત સર્જાયો હતો.

સાયલાથી ૨ કિલોમીટર દૂર આવેલા ગોપી હોટલના મેદાનમાં ટ્રક ઉભી રાખીને ટ્રક ચાલક અને ક્‍લિનર હોટલમાં જમી રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ તરફથી મોરબી તરફ જઈ રહેલા પૂરઝડપે કાર કાર લઈને આગળ જતા સ્‍ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્‍યો હતો અને રોડથી અંદાજિત ૧૫ ફૂટ દૂર ઊભેલા ટ્રકની પાછળ કારનો અકસ્‍માત સર્જાયો હતો. ધડાકાભેર થયેલા અકસ્‍માતને કારણે હોટલમાં કામ કરતા લોકો દોડી આવી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આ બાબતે સાયલા ૧૦૮ની જાણ થતા ઘટના સ્‍થળે પહોંચી હતી. પોલીસે બંને મળતદેહને પીએમ માટે મોકલી આપીને તેમના પરિવારજનોને જાણ કરતા સાયલા આવવા માટે રવાના થયા હતા. મહંત, તેમના પત્‍નિના મોતના સમાચારથી પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્‍યો હતો.

મહંત પરિવારમાં ૧૯ વર્ષની દીકરી શ્રુતિ અને ૧૫ વર્ષની સાક્ષી તેમજ ૧૩ વર્ષનો દીકરો ભવ્‍યગીરીએ મા-બાપની છત્ર છાયા ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી હતી.

(11:46 AM IST)