<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરિટી, નવી દિલ્‍હી દ્વારા લીગલ અવેરનેસ એક્‍ટિવિટીનો વ્‍યાપ વધારવા મલ્‍ટી યુટિલિટી વ્‍હીકલની ફાળવણી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૭: નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, નવી દિલ્‍હી (નામદાર સુપ્રીમ કોર્ટે ઓફ ઈન્‍ડિયા) દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં લીગલ એક્‍ટિવિટીનો વ્‍યાપ વધે અને છેવાડાના નાગરિકોમાં કાનૂની સાક્ષરતા ફેલાય તે માટે લીગલ અવેરનેસ એક્‍ટિવિટી સાથે જોડાયેલ સ્‍ટેક હોલ્‍ડર સરળતાથી જિલ્લાના અલગ વિસ્‍તારમાં આસાનીથી પહોંચી લીગલ અવેરનેસની એક્‍ટિવિટી સારી રીતે કરી શકે તે માટે ગુજરાતના દરેક જિલ્લા માં મલ્‍ટી યુટિલિટી વ્‍હીકલની ફાળવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો, જે અંતર્ગત NALSA દ્વારા ગુજરાત રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ ને બોલેરો (મલ્‍ટી યુટિલિટી વ્‍હીકલ) ની ફાળવણી કરવામાં આવી.

જે મલ્‍ટી યુટિલિટી વ્‍હીકલનું ફ્‌લેગ ઓફ તારીખ ૦૪/૦૪/૨૦૨૬ ના રોજ ગુજરાત હાઈકોર્ટ ખાતેથી નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્‍ડિયાના ન્‍યાયમુર્તિ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્‍ટિસ અને અન્‍ય ન્‍યાયમૂર્તિની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું. મલ્‍ટી યુટિલિટી વ્‍હીકલની મદદથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લીગલ અવેરનેસની એક્‍ટિવિટીનો વ્‍યાપ જિલ્લામાં વધુ વિકસશે તેવું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રીની અખબારયાદીમાં જણાવવામાં આવેલ છે. 

(12:30 PM IST)