તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 7th April 2026
અમરેલી પોલીસ બેડામાં આંતરિક ફેરબદલ : લીવ રિઝર્વમાં રહેલા ૧૦ પોલીસ અધિકારીઓને સોંપાઈ મહત્વના પોલીસ સ્ટેશનો અને શાખાઓની જવાબદારી : જુઓ વિગતવાર યાદી
પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરાયો સત્તાવાર આદેશ : એસ.ઓ.જી., એ.એચ.ટી.યુ. અને મહિલા યુનિટ સહિત વિવિધ પોલીસ મથકોમાં નવા અધિકારીઓની નિમણૂકથી વહીવટી પ્રક્રિયામાં આવશે વેગ

અમરેલી:અમરેલી જિલ્લા પોલીસ વડાની કચેરી દ્વારા વહીવટી સુગમતા અને કામગીરીની સચોટતા વધારવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર હુકમ મુજબ, અત્યાર સુધી લીવ રિઝર્વ તરીકે ફરજ બજાવતા ૧૦ જેટલા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓને તાત્કાલિક અસરથી વિવિધ પોલીસ મથકો અને વિશેષ શાખાઓમાં ચાર્જ સોંપવામાં આવ્યો છે.
નિયુક્ત કરાયેલા અધિકારીઓની યાદી અને નવી જવાબદારી:
બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર નીચે મુજબના અધિકારીઓને તેમના નામ સામે દર્શાવેલ સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે:
૧. બી.જી. ઇશરાણી: એસ.ઓ.જી. શાખા (SOG)
૨. એમ.એમ. ઝાલા: અમરેલી શહેર પોલીસ સ્ટેશન
૩. વી.કે. ગોલવેલકર: બગસરા પોલીસ સ્ટેશન
૪. એમ.બી. ઔસુરા: લાઠી પોલીસ સ્ટેશન
૫. વી.પી. ગોલ: એ.એચ.ટી.યુ. (A.H.T.U.)
૬. આર.આર. પરમાર: બાબરા પોલીસ સ્ટેશન
૭. કે.બી. સોલંકી: સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન
૮. વી.કે. રાઠોડ: મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન
૯. એન.જી. જાડેજા: દામનગર પોલીસ સ્ટેશન
૧૦. જે.આર. ભાયકણ: મહિલા યુનિટ
વધારાના ચાર્જમાંથી મુક્તિ:
આ હુકમમાં જણાવ્યા અનુસાર, જે સ્થળોએ આ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, ત્યાં અગાઉ જે અધિકારીઓ વધારાના ચાર્જમાં હતા, તેઓને તે જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. નિમણૂક પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક જે તે નિયત સ્થળે હાજર થઈ તેની જાણ મુખ્ય કચેરીને કરવા સૂચના આપવામાં આવી છે.
આ ફેરબદલને કારણે જિલ્લાના મુખ્ય પોલીસ મથકો અને સ્પેશિયલ યુનિટ્સમાં કાયમી અધિકારીઓ મળતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
