News of Tuesday, 7th April 2026
ઉપલેટામાં પ્રેમલગ્ન કરનાર યુવકના ભાઇના ઘરમાં ઘુસી શખ્સોનો હુમલો

રાજકોટ, તા. ૭ : ઉપલેટામાં પ્રેમલગ્ન કરનાર યુવકના ભાઇના ઘરમાં ઘુસી ૬ શખ્સોએ હુમલો કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ અરવિંદભાઇ ભૂપતભાઇ પરમાર (ઉ.વ.ર૬) ધંધો કડીયાકામ રહે. હાલ ઉપલેટા કેનાલ કાંઠે. આંબેકડરનગર અરવિંદભાઇ સાગઠીયાના મકાનમાં ભાડેથી મુળ રહે. કૌલકીએ આરોપી (૧) ચિરાગભાઇ સોલંકી, (ર) ખુશાલભાઇ મનસુખભાઇ સોલંકી (૩) પાર્વતીબેન ભરતભાઇ સોલંકી (૪) પ્રવિણભાઇ ખોડાભાઇ સોલંકી (પ) રમેશભાઇ પીઠાભાઇ સોલંકી (૬) રાજેશ પરબતભાઇ સોલંકી તથા (૭) જેન્તીભાઇ પીઠાભાઇ મકવાણા રહે. બધા કોલકી ગામ તા. ઉપલેટા સામે ઉપલેટા પોલીસમ થકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરયાદીના ભાઇએ આરોપી નં. (૩) ની દિકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય જે વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી લઇ ફરીયાદીના ઘરમાં ગેરકાયદે પ્રવેશ ફરીયાદીને ઢીકાપાટુનો મારમારી ઇજા કરી હતી.
આ ફરીયાદ અન્વયે ઉપલેટા પોલીસે ઉકત સાતેય સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
