<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

કોર્પોરેશન-તાલુકા-જીલ્લા પંચાયત તથા ગોંડલ પાલીકા ચુંટણી સંદર્ભે કલેકટર દ્વારા એક ડઝન જાહેરનામા

ડ્રાય-ડે જાહેરઃ ૪૮ કલાક પહેલા પ્રચાર-પ્રસાર બંધ મતદાન -મતગણતરી કેન્‍દ્ર આસપાસ ૧૪૪ ની કલમ

રાજકોટ કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા સ્‍થાનીક સ્‍વરાજયની ચુંટણી સંદર્ભે એક ડઝન જેટલા જાહેરનામા ગઇકાલે રાત્રે પ્રસિધ્‍ધ કરાયા છે.

* જીલ્લામાં  સભા સરઘસ પર પ્રતિબંધ-પરવાનગી ફરજીયાત

* સભા-સરઘસનો ખર્ચ-ઉમેદવારના હિસાબોમાં લેવાનો

* મુદ્રક-પ્રકાશકના નામ-સરનામા ન હોય તેવા ચુંટણીને લગતા ચોપાનીયા-ભીતપત્રો છાપી નહિ શકાય.

* મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી પ્રચાર પર પ્રતિબંધ.

* બહારથી રાજકોટ શહેર-જીલ્લામાં આવનાર નેતાઓ-કાર્યકરોએ મતદાન પહેલાના ૪૮ કલાક અગાઉ શહેર-જીલ્લો છોડી દેવાનો રહેશે.

* સરકીટ હાઉસ કે અન્‍ય સરકારી આરામ ગૃહોનો ઉપયોગ પર રાજકીય પક્ષોને પ્રતિબંધ.

* મતદાન અને મતગણતરીના ૪૮ કલાક અગાઉ દારૂની દુકાનો-નશાકારક પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ.

* મતદાન મથકના ર૦૦ મીટર એરીયામાં બુથ ઉભા નહિ થઇ શકે. એક મંડપ-ટેબલ-બે ખુરશીની છુટ.

* મતદાન મથકમાં પ્રવેશ વખતે એક જ લાઇનમાં ઉભા રહેવાનું રહેશે,સ્ત્રીઓ માટે જુદી લાઇન રહેશે.

* મતદાન મથકમાં ઉમેદવાર સહિત કોઇને પણ હથીયાર-મોબાઇલ-વાયરલેસ સેટ, કોર્ડલેસ ફોન લઇ જવાની મનાઇ, મતગણતરી કેન્‍દ્ર અંગે પણ આ જ નિયમ, ૧૪૪                   મી કલમ, સભા-સરઘસ પર પ્રતિબંધ.

* લાઉડ સ્‍પીકરમાં સવારે ૮ થી રાત્રીના ૧૦ સુધીની છુટ. 

(2:53 PM IST)