હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી : બીજા દિવસે પણ એકપણ ફોર્મ ન ભરાયું, રાજકીય પક્ષોમાં હજુ ઉમેદવારો અંગે ખેંચતાણ
ભાજપે હજુ સુધી એકપણ નામ જાહેર કર્યું નથી, જ્યારે કોંગ્રેસ અને આપ દ્વારા મર્યાદિત નામોની જાહેરાત; આવતીકાલ બુધવારે ફોર્મ ભરાવાની પ્રક્રિયા ગતિ પકડે તેવી શક્યતા

જામનગર : જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડની કુલ ૬૪ બેઠકો માટે ચૂંટણીનો જંગ જામી રહ્યો છે, પરંતુ ઉમેદવારી પત્રો ભરવાના બીજા દિવસે પણ નિરુત્સાહ જોવા મળ્યો છે. ગઈકાલથી શરૂ થયેલી ફોર્મ ભરવાની પ્રક્રિયાના આજે બીજા દિવસે પણ એકપણ ઉમેદવારે પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું નથી. ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી હોવા છતાં, મુખ્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં ચાલી રહેલી મથામણને કારણે હજુ સુધી ચૂંટણી કચેરીઓ સુની જોવા મળી રહી છે.
સત્તાધારી પક્ષ ભાજપે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી અને એકપણ ઉમેદવારનું નામ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી. બીજી તરફ, વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અમુક મર્યાદિત નામોની જાહેરાત કરી છે, પરંતુ તેમના ઉમેદવારોએ પણ હજુ સુધી ફોર્મ ભરવા માટે કોઈ ઉતાવળ દાખવી નથી. ગઈકાલે પ્રથમ દિવસ કોરો ગયા બાદ આજે બીજા દિવસે પણ ફોર્મ ન ભરાતા હવે સૌની નજર આવતીકાલ બુધવાર પર ટકેલી છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે પક્ષો દ્વારા નામોની આખરી યાદી જાહેર થયા બાદ જ આગામી દિવસોમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયામાં તેજી આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
