<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

અનડિટેક્ટ વાહન ચોરીના ગુન્હાના બે મોટર સાયકલ અને બે મોબાઈલના મુદામાલ સાથે આરોપીને ઝડપી લેતી જામનગર સીટી એ ડિવિઝન પોલીસ

ચોરી કરેલ મોટર સાયકલો લાલવાડી ૮ માળીયા આવાસની પાછળના ભાગે બાવળની જાળીઓમાં રાખી સગે વગે કરવાની તૈયારીમાં હતો ત્યારે જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી લીધો

જામનગર શહેરમા બનતા વાહન ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનાઓની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાનાઓની સુચના મુજબ,જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર વી.એમ ડોડીયાના માર્ગદશન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા માટે આજરોજ તા.૦૭/૦૪/૨૦૨૬ ના રોજ પેટ્રોલીંગમાં હતા

  દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. મહેશભાઇ ધુડાભાઇ મોરી તથા પો.કોન્સ. રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા તથા હરપાલસિંહ ભરતસિંહ પરમારને સંયુક્ત રીતે તેમના અંગત બાતમીદારોથી તેમજ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેઝ આધારે હકિકત મળેલ હોય કે એક ઇસમ ચોરી કરેલ મોટર સાયકલો લાલવાડી ૮ માળીયા આવાસની પાછળના ભાગે બાવળની જાળીઓમાં રાખી સગે વગે કરવાની તૈયારીમાં છે અને મજકુરે શરીરે લીલા કલરનુ અરધી બાંયનું ટ્રેકનુ ટીશર્ટ તથા લીલા કલરનું ટ્રેકનુ પેન્ટ પહેરેલ છે તે હકીકત આધારે આરોપી અંકિત મહેશભાઇ ચૌહાણ જાતે ખવાસ ઉવ.૨૨ ધંધો મજુરી રહે. વાઘેરવાડો હુશેન મેડીકલની બાજુમાં જામનગર વાળો મળી આવતા તેના કબ્જામાંથી કાળા કલરનું હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નંબર GJ-10-BD-0809 નુ કિ.રૂ-૧૫,૦૦૦/- ગણી જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૨૦૦૮૨૬૦૬૫૫/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) ના કામે કબ્જે કરી વાહન ચોરીનો વણ શોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીને અટક કરવામાં આવેલ છે.

તેમજ મજકુર આરોપીના કબ્જા માંથી બીલ આધાર પુરાવા વગર અન્ય એક કાળા કલરનું હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી. નંબર GJ-10-K-6830 નુ મળી આવતા કિ.રૂ-૧૫,૦૦૦/- ગણી તેમજ અન્ય બે મોબાઇલ ફોન જેમાં (૧) બ્લુ કલરનો ઓપો કંપનીનો ઓપો એ-૧૨ મોડલનો મોબાઇલ ફોન કિ.રૂ-૧૦,૦૦૦/- ગણી તથા (૨) સિલ્વર કલરનો રીયલમી કંપનીનો RMX3762 મોડલનો મોબાઇલ ફોનની કિ.રૂ-૮,૦૦૦/- ગણી શકપડતી મીલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરેલ છે.

(9:42 PM IST)