<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમતા 7 આરોપીને પકડી પાડતી લાલપુર પોલીસ

ભણગોર ગામમાં બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે આરોપીઓને ઝડપી લેવાયા

જામનગર જીલ્લાના પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીનાઓ ની સુચના તથા લાલપુર ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદશન મુજબ લાલપુર પો.સ્ટેના ઇ/ચા પોલીસ ઇન્સપેકટર વી.જે.રાઠોડ સાહેબ તથા પો.સબ ઇન્સ. એસ.પી.ગોહિલ તથા લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો લાલપુર પો.સ્ટે. વિસ્તારમા જુગાર તથા પ્રોહી ના કેશો શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા.

   દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ શક્તિસિંહ કારૂભા જાડેજા ને ખાનગી રાહે બાતમી મળેલ કે ભણગોર ગામમાં બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં અમુક લોકો ગંજીપતાના પાના વડે તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરે છે જે હકીકત આધારે મજકુર ઇસમો ઉપર રેઇડ કરી તેની પાસેથી કુલ રોકડ રૂપીયા ૧૪,૦૮૦/- તથા ગંજીપાનાના નંગ-પર કીમત રૂપિયા ૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૬ કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- તેમજ મો.સા.ર કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કિંમત રૂપિયા ૮૪,૦૮૦/- સાથે તેના વિરુધ્ધ ટીનુભા બચુભા જાડેજા પોલીસ હેડ કોન્સ વાળા લાલપુર પોલીસ સ્ટેશન ની ફરીયાદ આધારે પોલીસ સબ ઇન્સ. એસ પી ગોહિલ એ જુગાર ધારા કલમ- ૧૨ મુજબ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ (૧) ગોગનભાઈ ભિખાભાઇ ગોજીયા જાતે આહીર ઉ.વ.૪૩ ધંધો-ખેતી રહેવાસી-ભણગોર ગામ તા.લાલપુર જી.જામનગર તથા (૨) રાકેશભાઈ પ્રફુલભાઈ હીરાણી જાતે પટેલ ઉ.વ.૪૦ ધંધો-ખેતી રહેવાસી-ભણગોર ગામ તા.લાલપુર જી.જામનગર તથા (૩) જેન્તીભાઇ ખિમજીભાઇ મેરાણી જાતે કોળી ઉ.વ.૪૦ ધંધો મજુરી રહેવાસી-ભણગોર ગામ તા.લાલપુર જી.જામનગર તથા (૪) મનોજભાઈ જમનભાઈ વાજા જાતે વાણંદ ઉ.વ.૪૫ ધંધો.વાંણદકામ રહેવાસી-ભણગોર ગામ તા.લાલપુર તથા (૫) પોપટભાઇ રામાભાઇ ગાગીયા જાતે આહીર ઉ.વ.પર ધંધો ખેતી રહેવાસી-બબરઝર ગામ વાડી વિસ્તાર તા.લાલપુર જી.જામનગર તથા (9) હેમંતભાઈ જેરાજભાઈ ફીરાણી જાતે.પટેલ ઉ.વ.૬ર ધંધો.નિવૃત રહેવાસી-ભણગોર ગામ તા.લાલપુર જી.જામનગર
આ કામગીરી લાલપુર પો.સ્ટે.ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર વી.જે.રાઠોડ સાહેબ તથા પો.સબ ઇન્સ. એસ.પી.ગોહિલ સાહેબ તથા પોલીસ હેડ કોન્સ. ટીનુભા બચુભા જાડેજા તથા પોલીસ હેડ કોન્સ. રાજસિંહ પ્રવિણસિંહ જાડેજા તથા પો.કોન્સ પ્રવિણભાઈ કરશનભાઈ બડીયાવદરા તથા પોલીસ કોન્સ શક્તિસિંહ કારૂભા જાડેજા તથા પોલીસ કોન્સ. દિવ્યેશભાઈ રાજશીભાઈ ભોભા વાળા દ્વારા કરેલ છે.

(10:07 PM IST)