<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે બીજા દિવસે પણ ફોર્મ ભરાયું નહીં

ભાજપે તો હજી ઉમેદવારો ના નામ પણ જાહેર કર્યા નથી .તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ અમુક નામો જ જાહેર કર્યા છે.

જામનગર:જામનગર મહાનગર પાલિકાના ૧૬ વોર્ડ ની કુલ ૬૪ બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ગઈકાલ થી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે ચૂંટણી અધિકારી જાહેર કરી દેવામાં આવ્યા છે.જો કે ગઈકાલે પ્રથમ દિવસ પછી આજે બીજા દિવસે પણ કોઈ  ઉમેદવારી પત્ર રજૂ થયુ નથી.હવે આવતીકાલ બુધવારે ત્રીજા દિવસે કોઈ ઉમેદવારી પત્ર રજૂ થાય છે કે કેમ તે જોવા નું રહે છે.જો કે ભાજપે તો હજી ઉમેદવારો ના નામ પણ જાહેર કર્યા નથી .તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ અમુક નામો જ જાહેર કર્યા છે.

(12:44 AM IST)