News of Wednesday, 8th April 2026
ફિલ્મ અભિનેતા જહોન અબ્રાહમની ‘ફોર્સ થ્રી'નું કચ્છના સફેદ રણ અને રોડ ટુ હેવનમાં શુટિંગ
ધોરડો સ્થિત ખાનગી રિસોર્ટમાં તેઓ રોકાયા : જહોન અબ્રાહમે સફેદ રણ, રોડ ટુ હેવન સહિતના પાંચેક લોકેશનના સ્થળે પોતાની ફિલ્મનું શુટિંગ કર્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : હિન્દી ફિલ્મ અભિનેતા જ્હોન અબ્રાહમ તાજેતરમાં જ પોતાની નવ નિર્મિત ફિલ્મના શુટિંગ માટે કચ્છની મુલાકાતે આવ્યા હતા. સૌરાષ્ટ્રના ધોરાજી બાદ તેઓ પોતાની આગામી ફિલ્મ ફોર્સ ૩ ના શૂટિંગ માટે ખાસ કચ્છમાં આવ્યા હતા. અહીં ધોરડો સ્થિત ખાનગી રિસોર્ટમાં તેઓ રોકાયા હતા. અભિનેતા જહોન અબ્રાહમે સફેદ રણ, રોડ ટુ હેવન સહિતના પાંચેક લોકેશનના સ્થળે પોતાની ફિલ્મનું શુટિંગ કર્યું હતું.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
