<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

જૂનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા પરશુરામધામમાં અખાત્રીજે મહાવિષ્‍ણુ યાગ ૧૧૧ કુંડી મહાયજ્ઞ

સર્વ જ્ઞાતિય યજમાન પદે આહુતી આપી શકશેઃ પુ. મુકતાનંદબાપુ, પુ. મહેશગીરીબાપુ, ડો. મહાદેવ પ્રસાદ મહેતા,શ્રી જીજ્ઞેશદાદા સ્‍વામી સજુંદાસનંદજી સહિતના આશિવર્ચન આપશે

 

 

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૮: જૂનાગઢ સમસ્‍ત બ્રહ્મયુવા ટ્રસ્‍ટ સંગઠનના સંસ્‍થાપક જયદેવભાઇ જોષી કાર્તિકભાઇ ઠાકર પ્રમુખ મનિષભાઇ ત્રિવેદી અને તેમની સમગ્ર ટીમ દ્વારા પરશુરામધામ સોનારડી ગામ પાસે સાસણરોડ જૂનાગઢ ખાતે આગામી તા.૧૯ એપ્રીલને રવિવાર અખાત્રીજના પાવન દિવસે ભગવાન પરશુરામના પ્રાગટયદિન નિમિતે સર્વ જ્ઞાતિ યજમાન પદે મહાવિષ્‍ણુયાગ ૧૧૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે.

સનાતન હિંદુ ધર્મમાં સુષ્‍ટિના પાલનહાર રક્ષક અને આખુ જગત જેમને આધિન છે એવા ભગવાન વિષ્‍ણુજીને પ્રસન્ન કરવા તેમનો અનુગ્રહ પ્રાપ્‍ત કરવા માટે અને સમગ્રજીવ સૃષ્‍ટિના કલ્‍યાણ શાંતિ સમૃધ્‍ધિ સ્‍વાસ્‍થ તેમજ આધ્‍યાત્‍મિક ઉન્નતિ માટે આ યજ્ઞનું આયોજન કરેલ છે. આ યજ્ઞમાં મુખ્‍યત્‍વે ૧૨૫૦૦૦ આહુતિ અપાશે સવારે ૭ કલાકે  આ યજ્ઞનો પ્રારંભ થશે અને સાંજે ૫ કલાકે બિડુ હોમાશે અને યજ્ઞની પુર્ણહુતી થશે.

આ યજ્ઞ દરમ્‍યાન અખિલભારત સાધુ સમાનજના અધ્‍યક્ષ પુ. મુકતાનંદબાપુ પુ. મહેશગીરી બાપુ ભાગવતચાર્ય ડો. મહાદેવ પ્રસાદ મહેતા શ્રી જીજ્ઞેશદાદા સ્‍વામી સજુંદાસનંદનજી સહિતના આશિવર્ચન આપશે.

આ વિષ્‍ણુયાગ મહાયજ્ઞના મુખ્‍ય આચાર્યશ્રી ડો. નરેન્‍દ્રકુમાર પંડયા (સોમનાથ સંસ્‍કૃતકોલેજ) સેવા આપશે.

આ યજ્ઞનો લાભ લેવા ઇચ્‍છતા સર્વ જ્ઞાથિ યજમાનોએ પીસી ભટ્ટ મો. ૯૭૧૪૧ ૮૩૨૧૨ તેમજ જીત તૈરયા મો. ૯૮૯૮૯ ૬૬૮૮૩ તેમજ વિશાલ જોષી મો. ૯૯૦૪૦ ૯૩૮૬૦ ઉપર સંપર્ક સાધવા આયોજકો એ જણાવેલ છે.

સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા સમસ્‍ત બ્રહ્મયુવા સંગઠન દ્વારા પુનિત શોપિંગ સેન્‍ટર ગ્રાઉન્‍ડફલોર એમજી રોડ ખાતે કાર્યાલય શરૂ કરાયું છે. જયા સંસ્‍થાપક જયદેવભાઇ જોષી અને સમગ્ર ટીમ દ્વારા રોજેરોજની કામગીરી સમીક્ષા કરવામાં આવે છે.

અને આ સમગ્ર આયોજનને સફળ બનાવવા બ્રહ્મયુવા ટ્રસ્‍ટી મંડળ પરશુરામધામ નિમાર્ણ સમિતિ બ્રહ્મયુવા મહિલા પાંખ ટ્રસ્‍ટના હોદેદારો ર્વોડ પ્રમુખશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(10:51 AM IST)