News of Wednesday, 8th April 2026
ઉપલેટામાં ભાજપ દ્વારા મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે આક્રોશઃ ધરણા

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૮ :.. તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે ના ગુજરાતની પ્રજા અભણ અને મૂર્ખ કહેવા બદલ સમગ્ર ગુજરાતની જનતામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે રાજ્યભરમાં ઠેર ઠેર ઉગ્ર દેખાવો સાથે રોશ ઉભો થવા પામ્યો છે ખડકે આવા બેહૂદા નિવેદન કરી ગાંધી અને સરદારની પાવન ભૂમિનો અપમાન કર્યું છે ઉપરોક્ત બાબતે ગઈકાલે બાવલા ચોકમાં શહેર ભાજપ દ્વારા ધારણા નો એક કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો આગેવાનો કાર્યકરો ભાઈઓ બહેનો યુવાનો ધરણામાં જોડાયા હતા આ ધરણા ના કાર્યક્રમમાં જિલ્લા ભાજપના નરસિંહભાઈ મંગલપરા જયેશભાઈ ત્રિવેદી શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુંમર (ભોલે) નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા મયુરભાઈ સુવા સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા સહિત સુરજ ડેર કિરીટભાઈ પાદરીયા કિરીટભાઈ જાવિયા લલિતભાઈ પાદરીયા અનિતાબેન ચૌહાણ પરાગભાઈ સુતરીયા નિતાબેન બેન માંડલીયા રાજ વાઢેર હરસુખભાઈ માકડીયા હરસુખભાઈ સોજીત્રા જસ્મીન હિરાણી વિપુલ બારૈયા કૌશિક કાલાવડીયા રાજભાઇ ટાંક નગરપાલિકાના સદસ્યો જગદીશભાઈ વિરમગામા અજય જાગાણી અશ્વિનભાઈ લાડાણી વિક્રમસિંહ સોલંકી પરબતભાઈ બારૈયા શૈલેશભાઈ બારૈયા મહેશભાઈ સુવા દિપકભાઇ સુવા સહિત ના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. (તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા)
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
