News of Wednesday, 8th April 2026
કેશોદમાં ગઠિયાઓએ ખેડુતના ૧.૭૦ લાખ રૂપિયા સેરવી લીધા

(કમલેશ જોશી દ્વારા) કેશોદ તા.૮: કેશોદના ચાર ચોક નજીક એક ઠંડા પીણાની દુકાને ઉભા રહેલાં ખેડૂત યુવાનની પાર્ક કરેલ બાઈકના થેલામાંથી અજાણ્યાં ગઠિયાઓએ ૧ લાખ ૭૦ હજાર રોકડ રકમની ઉઠાંતરી કરતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું જો કે જુનાગઢ તરફ રફુચક્કર થયેલ ગઠિયાની ટોળકી બાઇક રેઢી મૂકી ભાગી છૂટી હોય આ ઘટનાની મળતી વિગત મુજબ કોયલાણા (લાઠિયા) ગામના બલભદ્રસિહ કિરીટસિહ રાયજાદા નામનો ખેડૂત યુવક પોતાની વાડીની ઉપર્જની રકમ સ્ટેટ બેંક ઇન્ડિયામાં જમા હર્ોીય ઉપાડવા આવ્યો હતો જેમાંથી તેણે ૧ લાખ ૭૨ હજાર જેવી રકમ ઉપાડી અને ૨ હજાર હજાર ખીસ્સામાં રાખ્યાં હતાં જયારે બાકીના ૧ લાખ ૭૦ હજાર જેવી રોકડ રકમ બાઈકના પાછળના ભાગે ચેઈનથી બંધ કરાયેલાં થેલામાં રાખી હતી. હજુ તો આ યુવક બાઈક લઈ ૧૫૦ મીટર દુર ઠંડુ પીવા એક ઠંડા પીણાની દુકાને ઉભો હતો ત્યાં તો અજાણ્યાં ગઠિયાઓ તેની નજર ચંકવી આ રકમ ઉઠાવી લઈ ફરાર થયાં હતાં ભોગ બનનાર યુવકે પોતે રોકડ રકમ ઉપાડી હોય અને બેંકની બહાર નીકળ્યો ત્યારે તેમની રેકી કરાતી હોય ત્રણ ગઠિયા પૈકી એક બાળ ગઠિયો હોવાની વિગતો આપી હતી આ ત્રણેય ગઠિયાઓ ઘટનાને અંજામ આપી બાઈક પર જુનાગઢ તરફ ભાગ્યાં હોય કેશોદ પોલીસને જાણ કરાતાં જુનાગઢ પોલીસને સતર્ક કરાઈ હતી આ ઘટનામાં પોલીસની ઝડપી કામગીરીને લઈ મુદામાલ અને ભાગી છુટેલાં ગઠિયાઓ ઝડપી પાડયા ચક્રો ગતીમાન કર્યા છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
