<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

પોરબંદર પાસે અકસ્‍માતમાં મૃતક ૪ યુવાનોના પ્રત્‍યેક પરિવારોને પૂ.મોરારીબાપુ દ્વારા ૧પ-૧પ હજારની સહાય.

ચારેય સદગતોના આત્‍માની શાંતિ માટે પૂ. બાપુએ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરીઃ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી

(ભીખુભાઇ મહેતા દ્વારા) પોરબંદર, તા., ૮: સામસામે ર બાઇક અથડાતા અકસ્‍માતમાં મરણ ગયેલ ચાર આશાસ્‍પદ યુવાનો પ્રત્‍યે પૂ. મોરારીબાપુએ સંવેદના વ્‍યકત કરીને મૃતક ચારેય પરિવારોને ૧પ-૧પ હજાર લેખે કુલ ૬૦ હજારની સહાય મોકલી આપી છે. પોરબંદર નજીક  અકસ્‍માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ પૂ. મોરારીબાપુએ સંવેદના વ્‍યક્‍ત કરી મૃતકોના પરિવારોને સહાય રકમ  મોકલી હતી.

એરપોર્ટ નજીક બે બાઈક વચ્‍ચે ભયાનક અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતમાં ચાર આશાસ્‍પદ યુવાનોના કરુણ મળત્‍યુ નિપજયા હતાં . આ સમાચાર પેપરમાં વાંચ્‍યા બાદ પૂજ્‍ય મોરારીબાપુએ ચારે મળતક યુવાનો પ્રતિ એમની સંવેદના વ્‍યક્‍ત કરી પ્રત્‍યેક મળતકને રૂા. ૧૫,૦૦૦ લેખે કુલ ૬૦ હજાર રૂપિયાની હનુમંત સંવેદના સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે. પોરબંદર સ્‍થિત રામકથાના શ્રોતા દ્વારા  રૂબરૂ જઈને ચારેય મળતક યુવાનોના પરિવારજનોને આ  પૂ. મોરારીબાપુ દ્વારા મોકલેલી સંવેદના રાશિ  પહોંચતી કરવામાં આવી રહી છે. ચારેય મળતકોના નિર્વાણ માટે પૂજ્‍ય બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેના પરિજનોને દિલસોજી પાઠવી છે. 

(1:17 PM IST)