હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગર સાયબર ફ્રોડ કૌભાંડઃગુજસીકોટના ગુનામાં વધુ ૯ આરોપીની ધરપકડ, બે દિવસના રિમાન્ડ મંજૂર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૮: ભાવનગરના શખ્સોએ ટોળકી રચી જુદા-જુદા ૧૩૪ જેટલા બેંક ખાતા ભાડેથી મેળવી તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કરી આચરવામાં આવેલા સાયબર ફ્રોડના ગુનામાં પોલીસે વધુ ૯ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને રાજકોટ ગુજસીકોટ કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ આ કેસમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (ગુજસીકોટ) ની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
રૂ. ૨૧.૩૭ કરોડના શંકાસ્પદ ટ્રાન્જેક્શન અને ક્રિપ્ટો કનેક્શન
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકીએ જુદી-જુદી વ્યક્તિઓના બેંક એકાઉન્ટ મેળવી તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવ્યા હતા. કુલ ૧૩૪ બેંક એકાઉન્ટ મારફતે રૂ. ૨૧,૩૭,૨૨,૧૭૭ ના ટ્રાન્જેક્શન થયા હતા. આરોપીઓ ઓનલાઈન બેંકિંગ દ્વારા નાણાં અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરી, તેને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી લેતા હતા. છેતરપિંડીના આ નાણાં ચેક કે એટીએમ મારફતે ઉપાડી સગેવગે કરી દેવામાં આવતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી આ ટોળકી ભાવનગર, રાજકોટ અને અમદાવાદમાં સક્રિય હોવાનું જણાયું છે.
મુખ્ય સૂત્રધાર દશરથ હજુ પણ પોલીસ પકડથી દૂર
આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ દશરથ રામજીભાઈ ધાંધલ્યા હજુ ફરાર છે. એએસપી ઘનશ્યામ ગૌતમે જણાવ્યું હતું કે, દશરથ અગાઉ ભરૂચમાં પકડાયો હતો પરંતુ ત્યાંથી પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટયો હતો. દશરથ ઉપર બે ગુજસીકોટના ગુના નોંધાયા છે, જે ગુજરાત રાજ્યનો પ્રથમ કિસ્સો છે કે જ્યાં એક જ વ્યક્તિ પર બે વખત ગુજસીકોટ લાગ્યો હોય.
પકડાયેલા આરોપીઓના ૧. અર્પણ ઉર્ફે લખન શોભરાજભાઈ જોસેતા (સુરત/ભાવનગર)૨. શૈલેષ ઉર્ફે ભૂરો હીરાભાઈ ચૌધરી (ભાવનગર)૩. રાહુલ ગોવિંદભાઈ ગોહેલ (સુરત)૪. શાહીન યુનુસભાઈ કુરેશી (તળાજા)૫. માહીન યુનુસભાઈ કુરેશી (તળાજા)૬. મિહિર ભગવાનભાઈ સરવૈયા (ભાવનગર)૭. અમન ઈસુફભાઈ ઓફાણી (ભાવનગર)૮. હર્ષદસિંહ અનુજભાઈ સરવૈયા (વરતેજ) ૯. દીપક વિઠ્ઠલભાઈ ગોહિલ (અમરેલી) નો સમાવેશ થાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
