News of Wednesday, 8th April 2026
માંગરોળ બંદરે દરિયામાં પડી જતા ડૂબી જવાથી યુવાનનું મોત
જેતપુરના યુવાનનું જૂનાગઢ સિવિલમાં મળત્યુ

(વિનુ જોષી દ્વારા)જુનાગઢઃ તા. ૦૮, મહારાષ્ટ્રના વતની શાંતારામ લાડકયા કરમોડા ઉવ. ૪૪ ગામના માછીમાર ગઈકાલે માંગરોળ બંદરે દરિયામાં બોટમાં માછીમારી કરતા હતા તે દરમિયાન બાથરૂમ કરવા જતા પડી જવાના કારણે દરિયામાં ડૂબી જતા તેનું મળત્યુ નિપજ્યું હતુ.
આ ઘટના અંગે માંગરોળ મરીન પોલીસે દિનેશ માહદુભાઇ કાચરાનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે અન્ય એક બનાવમાં રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતા હિતેશભાઈ બાબુલાલ ભંગડીયા ઉંમર વર્ષ ૪૭ નામના યુવાનનું કોઈ બીમારી સબક જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવા દરમિયાન મળત્યુ થયું હતું પોલીસે મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
