હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભચાઉ પાસે ગાંજાનું વાવેતર કરનાર મહંતની અટકાયત
૩ લાખ પપ હજારનો મુદામાલ જપ્ત, મંદિરના પ્રાંગણમાં જ ગાંજો વાવ્યો હતો

ભુજ, તા. ૮: જીલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા સુચના મળેલ જે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર ડી. ડી. ઝાલા નાઓ તથા ભચાઉ પોલીસ ટીમ NDPS ના કેશો શોધવા પ્રયત્શીલ હતી જે દરમ્યાન પોલીસ હેડ કોન્સટેબલ ઈકબાલખાન રસુલખાન નાગોરી તથા કોન્સટેબલ દિનેશ જોધાજી ગદર નાઓને હુમનસોર્સ થી મળેલ હકીકત અન્વયે ‘ગાંધીધામ હાઈવે ઉપર આઈ માતા હોટલની બાજુમાં આવેલ હનુમાનજી મંદીર ખાતેના મહંત લખનગીરી મુનશીલાલ યુ.પી વાળા નાઓએ પોતાના કબ્જા વિસ્તારમાં ગાંજાના છોડ વાવેલ હોવાની હકીકત મળેલ છે' જેથી તાત્કાલિક તે જગ્યા ઉ૫૨ ટીમ સાથે જઇ રેઇડ કરી ઝડતી તપાસ કરતા મજકુર પાસેથી માદક પદાર્થ ગાંજો તથા ગાંજાના છોડ મળી આવેલ હોય જેથી તેના વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઃ (૧) મહંત લખનગિરિ ઉર્ફે મલખાનસિંઘ મુનશીલાલ ઉવ.ઉવ.૬૧ ધંધો-પુજારી મુળ રહે.ધાતરી ફીરોઝાબાદ ઉત્તરપ્રદેશ માદક પદાર્થ ગાંજાના છોડ નંગ પ૯ વજન ૬.૮૦૦ કિ.ગ્રા. ૩,૪૦,૦૦૦/- માદક પદાર્થ સુકો ગાંજો ૩૧૦ ગ્રામ ૧પ,પ૦૦/- કુલ મુદામાલ કિંમત રૂા. ૩,પપ,પ૦૦/- નો કબ્જે કરેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
