News of Wednesday, 8th April 2026
રાણાવાવ પાસે બરડામાં ડ્રોન સર્વેલન્સની મદદથી દેશીદારૂની ભટ્ટી ઉપર દરોડોઃ ૪૦ હજારનો આથો જપ્ત
દારૂની ભઠ્ઠી ચલાવનાર નાસી ગયોઃ દારૂનો આથો અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ ૪૭૧૭૫ નો મુદામાલ ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૮: રાણાવાવ પાસે બરડા ડુંગરમાં ડ્રોન સર્વેલન્સ ની મદદથી દેશીદારૂની ભઠ્ઠી શોધી કાઢીને આ ભઠ્ઠી ઉપર એલ.સી.બી.એ દરોડો પાડીને ૪૦ હજારનો દારૂનો આથો પકડી લીધો હતો. ચેકીંગ દરમિયાન આરોપી નારણ બાલાભાઇ નાસી ગયો હતો.
એલ.સી.બી. I/C પો.ઇન્સ. શ્રી આર.કે કાંબરીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ASI બટુકભાઇ વિંઝુડા તથા ઉદયભાઇ વરૂ તથા PC નટવરભાઇ ઓડેદરા ને બાતમ આધારે ડ્રોન કેમેરાની મદદ થી, બરડા ડુંગર ખોડીયારનેશ થી પશ્વિમે અડધો કી.મી. દુર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાંથી ગે.કા. દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૬૦૦ કી.રૂા. ૪૦,૦૦૦/- તથા આથાની વાસવાળા ૨૦૦-૨૦૦ લીટરના પ્લાસ્ટીકના બેરલ નંગ-૮ કી.રૂા. ૩૨૦૦/-તથા ખાલી ૨૦૦ લીટરના પતરાના બોઇલર બેરલ નંગ-૨ કી.રૂા. ૮૦૦/- તથા ખાલી ૨૦૦ લીટરના પતરાના ફીલ્ટર બેરલ નંગ-૨ કી.રૂા. ૮૦૦/- તથા પતરાના ૧૫-૧૫ લીટરના ખાલી ડબ્બા નંગ-૩૫ કી.રૂા. ૧૭૫/- તથા ૫૦-૫૦ લીટરના પ્લાસ્ટીકના ખાલી કેરબા નંગ-૨ કી.રૂા. ૨૦૦/- તથા તાંબાની ગુંચળા આકારની નળી નંગ-૨ કી.રૂા. ૨૦૦૦/- મળી કુલ રૂા. ૪૭,૧૭૫/- નો મુદામાલ મળી આવ્યો હત.
આરોપી નારણ બાલાભાઇ રબારી વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. ક. ૬પએફ મુજબનો ગુન્હા દાખલ રકર્યો છે. દરોડા સમયે આરોપી નારણ મળ્યો ન હતો.
દારૂ રદોડાની કામગીરીમાં LCB I/C PI શ્રી આર.કે. કાબરીયા તથા ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, ઉદયભાઇ વરૂ તથા HC સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા PC નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. HC જગમાલભાઈ ભારવાડીયા વિગેરે રોકાયેલ.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
