હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદર જિલ્લામાં ચુંટણીને અનુલક્ષી ૯ સ્થળોએ પોલીસ દ્વારા ચેક પોસ્ટ
જિલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચુંટણી શાંતિપુર્ણ અને ભયમુકત વાતાવરણમાં યોજાઇ તે સંબંધે એસપી શ્રી ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક મળી : કાયદો વ્યવસ્થાની અસરકારક કામગીરી અંગે સુચના અપાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૮: આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ દરમ્યાન પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વધુ સુદ્રઢ બનાવવા સારૂ તથા ચૂંટણી શાંતિમય અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જીલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા ચૂંટણીલક્ષી મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતી. જેમાં જિલ્લામાં ચુંટણીને અનુલક્ષી સ્થળોએ પોલીસ દ્વારા શરૂ કર્યાનું તેમજ જિલ્લામાં સુદ્રઢ કાયદો વ્યવસથા અંગે વિગતો અપાઇ હતી.
જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આગામી સ્થાનીક સ્વરાજની ચુંટણી-૨૦૨૬ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વધુ સુદ્રઢ બનાવવા સારૂ તથા ચુંટણી શાંતિમય અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે ચુટણીલક્ષી મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જેમા જીલ્લા પોલીસવડા શ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા અધ્યક્ષસ્થાનેથી અસરકારક કામગીરી કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
આ મીટીંગમાં ચુટણી દરમ્યાન કોઇ અનિヘનીય બનાવ ન બને તે માટે માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા, તડીપાર વિગેરે જેવા અટકાયતી પગલા લેવા. પ્રોહિબીશનની પ્રવળતિને ડામવા વધુમા વધુ સફળ રેઇડો કરી દારૂબધીની કડક અમલવારી કરવા સબધે સુચના આપવામાં આવેલ. તમામ પો.સ્ટે, દ્વારા સોશયલ મીડીયા પર સતત વોચ રાખી મોનીટરીંગ રાખવા સંબંધે સુચના આપવામાં આવેલ હતી.
વોરંટની અસર કારક બજવણી કરવા સંબંધે વધુમાં વધુ બજવણી કરી વોરટના આરોપીઓને પકડી નામદાર કોર્ટ હવાલે કરવા. જીલ્લામાં નીચે જણાવેલ અલગ અલગ કુલ-૯ જેટલી ચેક પોસ્ટો ચાલુ કરવામાં આવેલ છે જેમાં કુતિયાણા પો.સ્ટે- ચૌટા, જુણેજ, ખાગેશ્રી - માધવપુર પો.સ્ટેઃ- ગુંદાળી ચેક પોસ્ટ- મિયાણી મરીન પો.સ્ટે- મિયાણી ચેક પોસ્ટ - રાણાવાવ પો.સ્ટેઃ- હનુમાન ગઢ - બગવદર પો.સ્ટ- અડવાણા, ગોઢાણા, રોજીવાડાનો સમાવેશ થાય છે.
સંવેદનશીલ બુથનું મોનિટરિંગ રાખવા જે વિસ્તારો અથવા મતદાન મથકો અગાઉના બનાવોને આધારે સંવેદનશીલ જાહેર કરાયા હોય ત્યાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવા અને સતત વોચ રાખવી, ક્વિક રિસ્પોન્સ ટીમ તથા ગર્વ ટિમ દ્વારા કોઇપણ અનિચ્છનીય બનાવ બને ત્યારે તુરત પહોંચી શકાય તે માટે બ્ય્વ્ ને સ્ટેન્ડ-બાય રાખવા સંબંધે તથા દિવસે તથા નાઇટ પેટ્રોલિંગમાં વધારો કરવા સંબધે જરૂરી સુચનાઓ આપવામાં આવેલ, ગંભીર ગુનાના આરોપીઓ, હિસ્ટ્રીશીટર, બુટલેગર્સ, ટપોરીઓ વિગેરેને વારંવાર ચેક કરી તેની પ્રવળતિ પર વોચ રાખવા અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
આ ચુંટણીલક્ષી મીટીંગમા નાયબ પોલીસ અધિક્ષક કળતુ રાબા શહેર ડીવીઝન તથા મુખ્ય મથક તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્ય ડીવીઝન તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ધ્રુવલ સુતરીયા રાણાવાવ ડીવીઝન તથા જીલ્લામાં નવા નિમણુક પામેલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ તથા તમામ થાણા /બ્રાન્ચના અધિકારીશ્રીઓ હાજર રહેલ હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
