તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 8th April 2026
દિલિપભાઈ સાંઘાણીની કુશળ કાર્યશૈલીના કારણે વૈશ્વિક મંચ ઉપર ભારતનું પ્રતિનિધિત્વ વધ્યું: ડોલરભાઈ કોટેચા
ખેતી બેન્કનાં ચેરમેનની સરકારી ક્ષેત્રના અગ્રણી સાથે મુલાકાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૦૮: ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક (ખેતી બેંક) ના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાએ આજે સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને ઈફ્કો (IFFCO) ના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જોર્ડન ઈન્ડિયન ફર્ટિલાઈઝર કંપની (JIFCO) ના બોર્ડમાં ઉપાધ્યક્ષ તરીકે દિલીપભાઈની આંતરરાષ્ટ્રીય સ્તરે નિમણૂક થવા બદલ ડોલરભાઈએ તેમને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, પ્રદિલીપભાઈ સંઘાણીની કુશળ કાર્યશૈલી અને સહકારી ક્ષેત્ર પ્રત્યેના તેમના સમર્પણને કારણે આજે વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ વધ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ IFFCO એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં જે ઐતિહાસિક નફો મેળવ્યો છે, તે ખેડૂતોના કલ્યાણ અને સહકારી પ્રવળત્તિની સફળતાનું પ્રતીક છે.
ખેતી બેંક અને ઈફ્કો વચ્ચેના સંકલન અને ખેડૂતોને મળતા લાભો અંગે પણ આ મુલાકાત દરમિયાન સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી. ડોલરભાઈએ દિલીપભાઈના નેતળત્વમાં ખેડૂતોને ખાતર અને અન્ય કળષિ સુવિધાઓમાં નવીનતમ ટેકનોલોજીનો લાભ મળતો રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
