તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th April 2026
જામનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ
જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારીઓની નિમણૂક સહિતની ચૂંટણીલક્ષી -પ્રક્રિયાઓ પૂર્ણ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃ તા.૦૮, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે જામનગર જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી.બી.પંડ્યાના નેતળત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોડાયું છે.
જામનગર મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકા વિસ્તારો માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે અને ચૂંટણી -પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને વિશેષ તાલીમ પણ આપવામાં આવી રહી છે. આદર્શ આચારસંહિતાના સુચારુ અમલીકરણ માટે સંબંધિત અધિકારીઓએ પોતપોતાની કામગીરી વેગવંતી બનાવી દીધી છે.
કલેકટર પી.બી.પંડ્યાએ પત્રકાર પરિષદ યોજી ચૂંટણી કાર્યક્રમ અંગેની વિગતો આપતા જણાવ્યું કે, જામનગર જિલ્લામાં આગામી તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતદાન -પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તા.૨૮ એપ્રિલના રોજ મતગણતરી યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૬ નિયત કરવામાં આવી છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
