News of Wednesday, 8th April 2026
રાજુલાના મોરંગી ગામે પ્રૌઢએ બિમારીથી કંટાળી એસીડ પી જતાં મોત

અમરેલી, તા. ૮ : રાજુલા તાલુકાના મોરંગી ગામે રહેતી અંબાબેન ભવાનભાઈ ભીલ ઉ.વ.૫૧ ને વર્ષોથી થાઇરોડ તથા માનસીક બિમારીની દવા ચાલુ હોય જેનાથી પોતે કંટાળી જઇ ઘરે એસીડ પી જતા સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મોત નીપજયાનું પુત્ર રાકેશભાઈ ભવાનભાઈ ભીલ દ્વારા ડુંગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
સાવરકુંડલામાં પત્નિ બે બાળકોને લઇને ગુમ
સાવરકુંડલા હાથસણી રોડ સહજાનંદ સોસાયટીમાં રહેતી પરણીતા પોતાના બંને બાળકોને લઇ કોઇને જાણ કર્યા વગર કયાક જતી રહી ગુમ થયાનું પતિએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
સાવરકુંડલામાં બાઇક ચોરાર્યુ
સાવરકુંડલા ઉતાવળા હનુમાન મંદિરના ડેલા બહાર પાર્ક કરેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ જી.જે.૧૪ એ.ડી.૮૦૪૬ રૂ.૧૫,૦૦૦ ની કીંમતનું કોઇ ચોરી કરી લઈ ગયાની લાલાભાઈ ભાભલુભાઈ મેવાડાએ સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં પરણીતાને ત્રાસ આપાયો
સુરત મોટા વરાછા સેટેલાઇટ રોડ પુનીત ચોક મારૂતીધામમાં રહેતી હીનાબેન નીકુલભાઇ વાવડીયા ઉ.વ. ૩૬ ને લગ્ન જીવન દરમ્યાન પતિ નીકુલ કાળુભાઇ વાવડીયાએ ઘરકામ આવડતુ નથી તું મારા લાયક નથી.તેમ કહી અવાર-નવાર મેણાટોણા મારી શારીરિક અને માનસીક દુઃખ ત્રાસ આપી ગાળો બોલી ઢીકાપાટુ વડે મુંઢ મારમારી ઘરેથી કાઢી મુકી ગુન્હો કર્યાની અમરેલી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
