<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

અમરેલી પોસ્‍ટલ સોસાયટી ગટર સફાઈ પ્રશ્‍ન ટલ્લે ચડ્‍યો!!

બે દિવસ પૂર્વે પાલિકા કર્મચારીઓ ઢાંકણો તોડી જતા રહ્યા બાદ

અમરેલીઃ ચિતલ રોડ પોસ્‍ટલ સોસાયટીમાં ગટર સફાઈ કર્યા વગર જુના  ઢાંકણો તોડી નવા ફીટ કરી પાલિકા કર્મચારીઓ જતા રહેતા સોસાયટી જનોમાં મુશ્‍કેલી સર્જાય છે

 પોસ્‍ટલ સોસાયટીમાં બ્‍લોક નંબર ૩૩. ૩૪.૩૫ ને ૩૬  સહિત વિસ્‍તારમાં નગરપાલિકાની ગટર જામ થઈ જતા સફાઈ કરવા એક માસ પૂર્વે માંગણી કરવામાં આવી હતી

      અવારનવાર ટેલીફોન અને રૂબરૂ માંગ કરતા બે દિવસ પૂર્વે પાલિકા કર્મચારીનો સ્‍ટાફ પે્રશર મશીન લઈ સોસાયટીના ગટરનું ઢાંકણું તોડી જેવી તેવી મહેનત કરી મોટું પ્રેશર મશીન જોઈશે કહી જતા રહેલા   કર્મચારીઓએ ગટર સાફ કર્યા વગર જ નવા ઢાંકણો ફીટ કરી કામગીરી પુરી કહી જતા રહેતા આ પ્રશ્‍ન ટલ્લે ચડતા સોસાયટીજનોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે અને  ે પગલાં લેવા માંગ  ઉઠી છે

(1:24 PM IST)