<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

જેતપુરમાં ગેસ એજન્‍સીનું ગોડાઉન સીઝ

કોમર્શીયલ એલપીજી ગેસ સીલીન્‍ડરની સંગ્રહખોરી કરનાર બેની ધરપકડઃ રૂરલ એસઓજીનો દરોડો

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો સ્‍ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. ૮: જેતપુરમાં કોમર્શીયલ એલપીજી ગેસ સીલીન્‍ડરની સંગ્રહખોરીનું કારસ્‍તાન રૂરલ એલઓજીએ પકડી પાડી બે શખ્‍સોને ધરપકડ કરી ગેસ એજન્‍સીનું ગોડાઉન સીઝ કરી કાર્યવાહી કરી હતી.

પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા એલ.પી.જી. ગેસના સીલીન્‍ડર્સને સંબંધિત ગેરકાયદેસરની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ જે અન્‍વયે જેતપુર ઉદ્યોગનગર પો. સ્‍ટે. વિસ્‍તારમાં આવેલ ખેતલીયા ટેક્ષટાઇલ (જેતપુર)માં રૂલ એસઓજીને દરોડો પાડી તપાસ કરતા કોમર્શિયલ એલ.પી.જી. ગેસ સિલીન્‍ડર્સનો સાડી પ્રિન્‍ટીંગ મશીનમાં ઉપયોગ હેતુ સંગ્રહખોરી કરતા તથા અન્‍યની જીંદગી જોખમાય તે રીતે ફાયર સેફટી નોર્મ્‍સનું પાલન કર્યા વિના અનઅધિકૃત રીતે સંગ્રહખોરી કરતા જણાઇ આવતા અલગ-અલગ કંપનીના નાના-મોટા ભરેલા તથા ખાલી કોમર્શિયલ એલ.પી.જી. ગેસ સિલીન્‍ડર ૯૩ નંગ સહિત કોમર્શિયલ ગેસ સિલીન્‍ડર્સ પ્રોવાઇડર કરનાર મહાદેવ ગેસ એજન્‍સી (જેતપુર)ના ગોડાઉનને સિઝ કરી આરોપી (૧) ફેનીલ જીતેન્‍દ્રભાઇ પાદરિયા (ખેતલીયા ટેક્ષટાઇલના માલીક તથા સંચાલક) રે. શિવ નિવાસ, જુનાગઢ રોડ, હોટલ ઉત્‍સવ પાછળ, તિરંગા બંગલા પાસે, તા. જેતપુર તથા (ર) રાજ ભાવેશભાઇ સાકરિયા (મહાદેવ ગેસ એજેન્‍સીના પ્રોપરાઇટર તથા સંચાલક) રે. ગંગા જમુના રેસિડેન્‍સી, શેરી નં. ૧, નકલંગ આશ્રમ રોડ, તા. જેતપુર સામે ગુન્‍હો દાખલ કરી ધરપકડ કરી હતી. પોલીસે અલગ અલગ કંપનીના ૮૩ કોમર્શીયલ સીલીન્‍ડર કિ. ર,૬૭,૦૭૧ કબ્‍જે કર્યા હતા.

આ કાર્યવાહી રૂરલ એસઓજીના પો. ઇન્‍સ. એફ. એ. પારગી, પો. સબ ઇન્‍સ. જી. જે. ઝાલા, પો. સબ ઇન્‍સ. પી. બી. મિશ્રા, એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, ફિરોજભાઇ બ્‍લોચ, અ.પો.કો. ચિરાગભાઇ કોઠિવાર (બાતમી), રઘુભાઇ ત્રકટા (બાતમી), નિર્મળસિંહ ચુડાસમા તથા નવદિપભાઇ બાબરિયા દ્વારા કરવામાં આવેલ છે. 

(3:37 PM IST)