<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

સુરેન્દ્રનગર એસીબીના ગુન્હાના આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે 56.89 ટકા રકમની અપ્રમાણસરની મિલ્કતની ફરિયાદ

ગેરકાયદેસર રીતરસમો અપનાવી રૂા. ૧,૨૨, ૨૭,૬૫૮ એટલે કે ૫૬.૮૯ % વધુ અપ્રમાણસર મિલકતો પોતાના તથા પોતાના પરીવારના નામે વસાવેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાયું

સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે.ગુ.૨.નં.૦૩/૨૦૨૬ ગુનાના આરોપી ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી, નોકરી- નાયબ મામલતદાર, વર્ગ-૩, કલેકટર કચેરી સુરેન્દ્રનગરનાઓ વિરૂધ્ધ રૂ।. ૧,૨૨,૨૭,૬૫૮/- (૫૬.૮૯ %) ની રકમની અપ્રમાણસર મિલકતની એસીબીએ ફરીયાદ  કરી છે 

આક્ષેપિત ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી, નાયબ મામલતદાર વર્ગ-૩, કલેકટર કચેરી સુરેન્દ્રનગરનાઓ તથા અન્ય વિરુદ્ધમાં ડિરેક્ટરેટ ઓફ એન્ફોર્સમેન્ટ દિલ્હી ના પાત્ર ક્રમાંક ECIR/HIU-II/42/2025, તા.૨૩/૧૨/૨૦૨૫ થી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ મુજબ ગુન્હો નોંધવા જણાવેલ, જે આધારે આક્ષેપિતો વિરૂધ્ધ સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે. ખાતે ગુ.ર.નં.૦૭/૨૦૨૫ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (સુધારા-૨૦૧૮) ની કલમ-૧૨, ૧૩(૧)(બી), ૧૩(૨) તથા ૭ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ. જે ગુન્હાના કામે હાલ આક્ષેપિત નામદાર સેશન્સ કોર્ટ, અમદાવાદ ગ્રામ્યની જ્યુડીશિયલ કસ્ટડીમાં છે. દાખલ થયેલ ગુન્હા અન્વયે આરોપીની અપ્રમાણસર મિલકતની ઉડાણ પુર્વક અને ઝડપી તપાસ થાય તે હેતુસર મુખ્ય પોલીસ અધિકારી અને નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓની કચેરી પત્ર ક્રમાંક: સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે.ગુ.ર.નં.૦૭/૨૦૨૫/૦૯/૨૦૨૬, તા.૦૫/૦૧/૨૦૨૬ થી નિયામક પિયુષ પટેલ સાહેબશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ SITની રચના કરવામા આવેલ.

જે અંતર્ગત આક્ષેપિત ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી દ્વારા તેમની ફરજ દરમ્યાન ગેરકાયદેસર રીતરસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરી તેમજ પોતાના નામે કે સગા સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલકત વસાવેલ છે કે કેમ ? તેની તપાસ પત્ર ક્રમાંક: સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૭/૨૦૨૫/૧૫/૨૦૨૬ તા.૦૭/૦૧/૨૦૨૬ થી સુરેન્દ્રનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. અને સીટના સભ્ય એમ.ડી.પટેલને વિગતવારની તપાસ કરવા હુકમ થયેલ.

જે અન્વયે આક્ષેપિત ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી, નાયબ મામલતદાર વર્ગ-૩, કલેકટર કચેરી સુરેન્દ્રનગર (હાલ ફરજ મોકૂફ) નાઓની અપ્રમાણસર મિલકતની તપાસના ચેક પિરીયડ તા.૦૧/૦૪/૨૦૧૩ થી તા.૩૧/૧૨/૨૦૨૫ ના સમયગાળા દરમ્યાન ગેરકાયદેસર રીતરસમો અપનાવી રૂા. ૧,૨૨, ૨૭,૬૫૮/- (અંકે રૂપીયા એક કરોડ બાવીસ લાખ સત્યાવીસ હજાર છ સો અઠાવન રૂપીયા પુરા) એટલે કે ૫૬.૮૯ % વધુ અપ્રમાણસર મિલકતો પોતાના તથા પોતાના પરીવારના નામે વસાવેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાતા, જેઓની વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતનો આવક કરતા વધુ સંપત્તિ વસાવેલ હોવા બાબતે સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૨/૨૦૨૬ ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ-૧૯૮૮ ની કલમ-૧૩(૧)(ઇ) તથા ૧૩(૨) તથા સુધારા અધિનીયમ-૨૦૧૮ ની કલમ-૧૩(૧)(બી) તથા ૧૩(૨) મુજબ એમ.ડી.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગરનાઓએ સરકાર તરફે ફરીયાદી બની તા.૦૮/૦૪/૨૦૨૬ ના રોજ ગુન્હો દાખલ કરેલ છે.

પ્રસ્તુત ગુનાના કામે તપાસ કરનાર અધિકારી પી.એ.દેકાવડીયા, પોલીસ ઇન્સ્પેકટર, મોરબી એ.સી.બી. પો.સ્ટે. નાઓ છે તથા સદર ગુનાના સુપરવિઝન અધિકારી જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ નાઓ છે.
કોઈ સરકારી અધિકારી/કર્મચારી સરકારી કામ અર્થે લાંચની માંગણી કરે તો તેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨, ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ ઉપર કરવા નાગરીકોને આહવાન કરવામાં આવે છે.

(6:57 PM IST)