<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

મહેસાણામાં જોગણી માતાજીના મંદિરમાંથી ચાંદીના છત્તર ચોરનાર આરોપી ઝડપાયો

ચોરીના 17 ચાંદીના છત્તર અને એક્ટિવા સાથે આરોપી રાજુભાઇ શાહ ઝડપાયો.

મહેસાણામાં જોગણી માતાજીના મંદિરમાંથી ચાંદીના છત્તર ચોરનાર આરોપી ઝડપાયો છે.રાધે એક્ઝોટીકા સોસાયટી બહાર આવેલ જોગણી માતાજીના મંદિરમાંથી ચોરી કરી હતી.સીસીટીવી ફૂટેજ અને એક્ટિવા નંબરના આધારે પોલીસે આરોપીને દબોચ્યો હતો .દર્શન કરવાના બહાને જઈને માતાજીના ચાંદીના છત્તરની ચોરી કરી ભાગી જવાનો એમ.ઓ. ધરાવે છે. ચોરીના 17 ચાંદીના છત્તર અને એક્ટિવા સાથે આરોપી રાજુભાઇ શાહ ઝડપાયો હતો .પોલીસે ગુનાના કામે વપરાયેલ એક્ટીવા અને છત્તરનો મુદ્દામાલ રિકવર કર્યો હતો  મહેસાણા શહેર બી-ડીવીઝન પોલીસની ટીમે ચોરીનો ભેદ ઉકેલ્યો છે 

(9:00 PM IST)