હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છમાં મુન્દ્રા એરપોર્ટ ૨૫ એપ્રિલથી શરૂઃ મુંબઈ, ગોવા, દિલ્હી અને સુરતની સીધી ફલાઈટ
અદાણી ગ્રુપ દ્વારા મુન્દ્રાના લુણી ગામની સીમ નજીક ઊભા કરાયેલ આધુનિક એરપોર્ટમાં મુન્દ્રા અને કંડલા બંને પોર્ટ માટેની કનેક્ટિવિટી વધશે, ઉદ્યોગો અને પ્રવાસન માટેની સુવિધા વધશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯: અદાણી ગ્રુપ દ્વારા મુન્દ્રાના લુણી ગામની સીમ નજીક ઊભા કરાયેલ આધુનિક એરપોર્ટમાં ૨૫ એપ્રિલથી ડોમેસ્ટિક વિમાની પેસેન્જર સેવા શરૂ થશે એવા સંકેતો મળી રહ્યા છે. સૂત્રો માંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાર એર દ્વારા મુન્દ્રા (કચ્છ) ને મુંબઈ, ગોવા, દિલ્હી અને સુરત સાથે જોડતી વિમાની સેવા શરૂ કરાશે. પ્રાથમિક માહિતી અનુસાર આ વિમાની સેવાનું સમય પત્રક આ પ્રમાણે હશે. ગોવાથી વિમાન સવારે ૮/૩૦ વાગ્યે ઉપડી ૧૦/૧૫ વાગ્યે મુન્દ્રા આવશે અને આ વિમાન પરત ૧૦/૪૫ વાગ્યે ઉપડી ૧૨/૩૦ વાગ્યે ગોવા પહોંચશે. જ્યારે મુંબઈથી ૧૨/૪૫ વાગ્યે વિમાન ઉપડી ૧૪/૧૫ વાગ્યે મુન્દ્રા પહોંચશે.
તે પરત ૧૪/૪૫ વાગ્યે ઉપડી ૧૬/૧૫ ના મુંબઈ પહોંચશે. જ્યારે મુન્દ્રાથી દિલ્હી (હિડોન એરપોર્ટ) જવા બપોરે ૧/૪૫ વાગ્યે વિમાન ઉપડશે જે ૧૫/૪૫ વાગ્યે દિલ્હી પહોંચશે. દિલ્હીથી ૧૬/૧૫ વાગ્યે ઉપડી આ વિમાન ૧૮/૧૫ વાગ્યે મુન્દ્રા આવશે. જ્યારે સુરત માટે મુન્દ્રાથી બપોરે ૩/૨૫ વાગ્યે વિમાન ઉપડશે અને સુરત ૪/૩૫ વાગ્યે પહોંચશે. સુરતથી પરત સાંજે ૫/૦૫ વાગ્યે ઉપડી ૬/૫૦ વાગ્યે મુન્દ્રા પહોંચશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
