<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

કચ્છમાં ૧૧ થી ૧૩ એપ્રિલના યોજાનાર હાજીપીરબાબાના ઉર્સમા હાજીપીર જતા પદયાત્રીઓ માટે મથડા મહિલા કેમ્પ દ્વારા કોમી એકતાની સેવાકીય સુવાસ

કચ્છની કોમી એકતા બિમિશાલ છે. કચ્છનું પાટનગર ભુજ આખા કચ્છને પ્રેરણા પૂરી પાડે છે,આ શહેરમાં દરેક ધાર્મિક કાર્યક્રમો કોમી એકતા અને ભાઇચારા સાથે ઉજવાય છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ : આગામી ૧૧ થી ૧૩ એપ્રિલના યોજાનાર હાજીપીરબાબા ના ઉર્સ પૂર્વે પગપાળા સલામ ભરવા જઈ રહેલા પદયાત્રીઓ માટે ઠેકઠેકાણે સેવાકેમ્પો ધમધમી રહ્યા છે. ભુજથી ખાવડા માર્ગે પાલારાથી આગળ પેટ્રોલ પંપ નજીક મથડા મહિલા કેમ્પનો પદયાત્રિકો વિશાળ સંખ્યમાં લાભ લઇ રહ્યા છે. આ કેમ્પ મધ્યે કોમી એકતાને અનુરૂપ કાર્યક્રમ યોજાયો હતો.

​ભુજ શહેર પોલીસ સી ટીમ એ.એસ.આઇ. શીતલબેન રાઠોડ, હેડ કોન્સ્ટેબલ ગાયત્રીબેન બારોટ, પ્રબોધ મુનવર, કિરણભાઇ પટેલ, અંજારનાં સમેજા બ્રધર્સ ગ્રુપનાં હુસેનભાઇ, તોફીકભાઇ, ફીરોઝભાઇની ઉપસ્થિતિમાં કોમી એકતાનો અનેરો કાર્યક્રમ યોજાયો હતો.

​મથડા કેમ્પનાં આયોજક રૂકીયાબેન મથડા, જમીલાબેન આરબ, અમીનાબેન આરબ, રૂકશાનાબેન અનસારી, સોમીયાબેન મથડા દ્વારા આગેવાનોનું શાલ ઓઢાળી બહુમાન કરવામાં આવેલ.

​“સી,, ટીમના શીતલબેને પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, કચ્છ પ્રત્યે લગાવ છે. કચ્છ પ્રત્યે લાગણી છે. કચ્છના લોકો લાગણી સાથે પ્રેમાળ છે. આવી કોમી એકતા કચ્છમાં જોવા મળે છે.

​માનવજ્યોતના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, કચ્છની કોમી એકતા બિમિશાલ છે. કચ્છનું પાટનગર ભુજ આખા કચ્છને પ્રેરણા પૂરી પાડે છે. આ શહેરમાં દરેક ધાર્મિક કાર્યક્રમો કોમી એકતા અને ભાઇચારા સાથે ઉજવાય છે.

​“સી,, ટીમના કોસ્ટેબલ નીલાબેન ચોધરી,  ટીનાબેન ઠાકોર, જયોત્સનાબેન માળી તેમજ કેમ્પનાં આયોજકો ફાતમાબેન ગધડા, રમીજ મથડા, અસલમ ચંગલ, હનીફ સીધી એજાજ પઠાણ, અકીલ જાબરી, શાન્તી મહેશ્ર્વરી, કામરન મણીયાર સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

​“સી,, ટીમ દ્વારા હાજીપીર જતા પદયાત્રિકો માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવેલ. તેમજ માર્ગો ઉપર વાહનોથી બચાવ સુરક્ષાનાં હેતુ સાથે રેડીયમ પટી પદયાત્રિકો ઉપર લગાડવામાં આવેલ.

​કાર્યક્રમનું સંચાલન રફીક બાવાએ કરેલ. જયારે આભારવિધિ અસલમભાઇ ચંગલે કરેલ.

(9:36 AM IST)