<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી તરીકે મોનિજ ગોરીની વરણી

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૦૯: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિતભાઈ ચાવડા ના આદેશ થી અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ની સૂચના થી સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ હસુભાઈ સૂચકે સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી તરીકે યુવાનોના હૃદય સમ્રાટ અને યુવાનોમાં બહોળી મિત્ર વર્તુળો ધરાવતા  મોનિજ યુસુફભાઈ ગોરીની વરણી કરવામાં આવતા વોર્ડની જનતાને વધુ એક કાર્યશીલ યુવાનો મળ્‍યો છે

મોનિજ ગોરીની શહેર કોંગ્રેસ સમિતિ   સંગઠન મંત્રી તરીકે વરણી થી યુવાનો નો બહોળી સંખ્‍યામાં કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ થયો હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. મોનિજ ગોરીની વરણીને કોંગ્રેસી વર્ગ એ બહોળી સંખ્‍યામાં આવકારી અભિનંદન પાઠવેલ હતા.

(1:31 PM IST)