હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th April 2026
માંગરોળમાંથી સગીર બાળકનું અપહરણ
અજાણ્યા ઇસમ સામે ફરિયાદ, તપાસ શરૂ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ૪ તા.૯: માંગરોળમાંથી સગીર બાળકનું અપહરણ અજાણ્યો વિશ્વમાં અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળેલી વિગતો એવી છે કે, માંગરોળમાં કેશોદ ચોકડી વિસ્તારમાં રહેતા એક પરિવારના ૧૭ વર્ષના દીકરાને ગઈ તારીખ ૬ એપ્રિલના રોજ માંગરોળ બાયપાસ ચોકડી વિસ્તારમાંથી લલચાવી ફોસલાવી કોઇપણ પ્રકારની લાલચ આપી ફરી.ના કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી લઇ ગયો હતો.
બાળકને શોધખોળ કરવા છતાં પણ તેનો પતો નહીં લાગતા આખરે તેના પિતાએ ગઈકાલે ફરિયાદ નોંધાવતા માંગરોળ પોલીસે અજાણ્યા શખ્સ સામે બાળકના અપહરણનો ગુનો ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
