<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ભગવાનની ભક્‍તિમાં રસતરબોળ થશો તો જીવન અને ચારિત્ર્ય શુદ્ધ બની રહેશે : મહંત સ્‍વામિ મહારાજ

ભાવનગરમાં અક્ષરબ્રહ્મના ઓવારણા અને મંદિર ધ્‍વિશતાબ્‍દી મહોત્‍સવ ઉપક્રમે સત્‍સંગ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૮: અક્ષરબ્રહ્મનાં ઓવરણા અને ભાવનગર મંદિર દ્વિ દશાબ્‍દિ મહોત્‍સવ ઉપક્રમે ચાલી રહેલી સત્‍સંગ શ્રેણીમાં આજે ‘યુવા દિન' સવારે પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજે પોતાના આશીર્વચનમાં જણાવ્‍યું હતું કે આજનાં યુવાનો એક્‍ટરો અને ક્રિકેટરો પાછળ ગાંડા થયા છે, તેનો કોઈ પ્રશ્ન નથી પણ એટલી જ પ્રતીતિ ભગવાન પ્રત્‍યે થઇ જાય તો યુવાનોનું જીવન અને તેનું ચારીત્ર્ય શુદ્ધ થશે કારણ કે આ  પળથ્‍વીનાં દરેક જીવનું સર્જન ભગવાને જ કરેલું છે. તેથી ઈશ્વરમાં જેટલી પ્રતીતિ અને શ્રદ્ધા વિશ્વાસ હશે તેટલું યુવાનોનું જીવન ગેરમાર્ગે દોરાતા અટકાશે. આજની સવારની સભા દરમ્‍યાન યુવાનોએ પોતાની કૌશલ્‍યતા પરમ પૂજ્‍ય મહંત સ્‍વામિ મહારાજ સમક્ષ રજુ કરી સ્‍વામીશ્રીનો રાજીપો પ્રાપ્‍ત કર્યો હતો.              

આજનાં યુવા દિન નિમિતેBAPS સંસ્‍થાના પ્રસિદ્ધ વિદ્વાન અને મોટીવેશનલ વક્‍તા પૂજ્‍ય જ્ઞાવત્‍સલ સ્‍વામિએ યુવાનોને ખુબ જ સુંદર માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે આજનાં યુવાનો પોતાના જીવન ઘડતર માટે સજાગ રહે. અને પૂજ્‍ય પ્રમુખ સ્‍વામિ મહારાજ અને પૂજ્‍ય મહંત સ્‍વામિ  મહારાજનાં વચનો યાદ કરાવતા કહ્યું હતું કે આ સંતો આજનાં યુવાનોનાં જીવન ઘડતર માટે કેટલા પ્રયત્‍ન શીલ રહે છે તેનાં અનુસંધાનો આપ્‍યા હતા. શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવોની વિશેષ ઉપસ્‍થિતિ આ સભામાં રહી હતી. પૂજ્‍ય જ્ઞાન વત્‍સલ સ્‍વામિ એ પોતાના વક્‍તવ્‍યમાં  જણાવ્‍યું હતું કે  આજનાં સમયમાં સમાજમાં નીતિમત્તા અને ચારિત્ર્ય માટે મંદિરની કેટલી જરૂરિયાત છે તે વિસ્‍તળતમાં સમજાવ્‍યું હતું. અને અંતમાં પરમ પૂજ્‍ય મહંત સ્‍વામિ  સમક્ષ યુવાનોએ આજનાં સમયમાં ચારિત્ર્ય ઘડતર માટે ઉત્‍કળષ્ટ કહી શકાય તેવો સંવાદ રજુ કર્યો હતો. અને મહંત સ્‍વામિ મહારાજે આજનાં યુવાનોને પોતાના જીવનને ઉજ્જવળ બનાવવા સાચા સંતનો સંગ અને સત્‍સંગ વિશે ખુબ જ સૂચક આશીર્વાદ પાઠવ્‍યા હતા. સભામાં ભાવનગરનાં રાજવી પરિવારનાં યુવરાજ સાહેબ, કલેક્‍ટર શ્રી   એસપી  પણ પધાર્યા હતા.

(10:53 AM IST)