હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પિતાને પુત્રએ પતાવી દિધા
કામ ધંધા બાબતે ઠપકો આપતા : માળીયામિંયાણાના મોટાભેલા ગામનો બનાવ : જીવણભાઇ સોમાણી (ઉ.વ.૮પ)ને કુહાડી ઝીંકી મોતને ઘાટ ઉતારનાર કળીયુગી પ્રવિણ ઉર્ફે પવાની શોધખોળ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૯ :.. માળીયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામે પિતા-પુત્રના સંબંધને લજવતો લોહિયાળ કિસ્સો સામે આવ્યો છે. જેમાં કામધંધો કરવા બાબતે પિતાએ આપેલા ઠપકાથી ઉશ્કેરાઈ ગયેલા કળિયુગી શ્રવણ એવા પુત્રએ વૃદ્ધ પિતાની કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા જીવણભાઈ સોમાણી ઉ.૮૫ નામના વળદ્ધે તેમના પુત્ર પ્રવિણ ઉર્ફે પવાને કામધંધો કરવા બાબતે ઠપકો આપ્યો હતો.
પિતાનો આ ઠપકો પુત્રને પસંદ ન આવતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આવેશમાં આવી ગયેલા ઙ્કવિણે પિતા પર કુહાડી વડે હુમલો કરી બંને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા વળદ્ધ પિતાનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યાના આ બનાવ અંગે મળતકના પુત્ર ભરતભાઈ સોમાણીએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રવિણ સોમાણી વિરુદ્ધ ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
