તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th April 2026
જમીન કૌભાંડમાં ઝડપાયેલા સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી પાસે આવક કરતા વધુ સંપત્તિ હોવાનો ધડાકો
ચંદ્રસિંહ મોરી પાસેથી ૧.૨૨ કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવીઃ એસીબીએ વધુ ગુનો દાખલ કરી અપ્રમાણસર મિલકતની ફરિયાદ કરી કાર્યવાહી હાથ ધરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૯: સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન એનએ કૌભાંડ માં સંકળાયેલા અને વઢવાણમાં રહેતા અને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી ઉપર વધુ એક ફરિયાદ દાખલ થઈ છે ત્યારે ચંદ્રસિંહ મોરી ની મિલકતની તપાસ એસીબી વિભાગ દ્વારા કરવામાં આવી હતી ત્યારે ગેરકાયદેસર રીતે સત્તાનો દૂર ઉપયોગ કરી અને ચંદ્રસિંહ મોરી દ્વારા ગેરકાયદેસરની આવક ઊભી કરવામાં આવી હતી અને તેની પાસેથી અપ્રમાણસર મિલકતો મળી આવી છે અને આવક કરતા વધુ સંપત્તિ હોવાનું સામે આવ્યું છે પોતાના નામે કે સગા સંબંધીઓ કે તોહી જનોના નામે સ્થાવર અને જંગમ મિલકતો અંગે તપાસ કરવામાં આવી હતી ત્યારે ચંદ્રસિંહ મોરી પોતે નાયબ મામલતદાર હોય અને તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલ દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું.
આ કૌભાંડ દરમિયાન તેની મિલકતની તપાસ કરવામાં આવતા તેની પાસે અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું હતું અને ૫૬.૮૯ ટકા જેટલી તેની પાસે રહેલી મિલકત છે તે અઙ્ઘમાણસર હોવાનું સામે આવ્યું હતું ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી કે જે પોતે નાયબ મામલતદાર તરીકે કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા હતા હાલ તેમને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે પરંતુ તેની મિલકતની તપાસ કરવામાં આવતા તેની પાસે ૧.૨૨ કરોડ રૂપિયાની મિલકત હોવાનું સામે આવ્યું છે પોતાના પરિવારજનોના નામે અને નજીકના સગા સંબંધીઓના નામે મિલકત વસાવામાં આવેલી હોવાનો પણ સામે આવ્યું છે.
ત્યારે આ અંગે ૧,૨૨,૨૭,૬૫૮ ની મિલકતો હોવાનું સામે આવતા તેની સામે વધુ એક એસીબી વિભાગ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટનાની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઇએમડી.પટેલ ને સોંપવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટના મુદ્દે જે સીટની રચના કરવામાં આવી હતી તેમના દ્વારા આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે ત્યારે તપાસ કરનાર અધિકારી પીએકાવડિયા તેમજ મદદનીશ નિયામક એસીબીના જેડી મેવાડા અને તેમની ટીમ દ્વારા આ તપાસ કરવામાં આવી છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે ચંદ્રસિંહ મોરી દ્વારા ગેરકાયદેસર લેવડદેવડના હિસાબો કરવામાં આવ્યા હોય તો તે એસીબી ને પુરાવાઓ આપે જેને લઈને તેના ઉપર વધુ કડક કાર્યવાહી કરી શકાય.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
