<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

૨૦૨૪ CCE નું પુનરાવર્તન ફરીથી ન થાય તે બાબતે ઉપલેટાના ઉમેદવારોનું મામલતદારને આવેદનપત્ર

CCE પરીક્ષા MCQ -OMR પદ્ધતીથી વાસ્‍તવિક ગુણમાં ૨ ગુણ થી લઈને ૩૭ ગુણનો વધારો થયો હતો, ૩૦૦ થી વધુ પ્રશ્‍નો ના જવાબ ખોટા હતા જેના કારણે હાઇકોર્ટમાં અનેક પેટીશન પણ દાખલ થતાં ભરતી સમયસર થઈ શકી ન હતી

(જગદીશ રાઠોડ દ્વારા). ઉપલેટા તા. ૯: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર સીસીઈ (ગ્રુપ-એ અને ગ્રુપ - બી) ની ભરતી પ્રક્રિયાનું આયોજન સીબીઆરટી પદ્ધતિની જગ્‍યાએ એમસીકયુ ઓએમઆર પદ્ધતિથી કરવા સરકારના ધ્‍યાને મુકવા માટે ઉપલેટાના મામલતદાર નિખિલ મહેતાને લેખિત માં રજૂઆત કરવામાં આવી હતી.

પત્રમાં જણાવ્‍યું હતું કે ભૂતકાળમાં સીસીઈ ની ભરતી પ્રક્રિયા સીબીઆરટી પદ્ધતિ દ્વારા ૭૧ શિફ્‌ટમાં લેવામાં આવેલ હતી જેમાં નોર્મલીજેસન ફોર્મ્‍યુલા ના કારણે મોટાભાગના ઉમેદવારોના ગુણમાં વિસંગતતાઓ જોવા મળી હતી જેના કારણે ગુજરાતના અસંખ્‍ય મહેનતુ ઉમેદવારોને અન્‍યાય થયો હતો આથી નવી સીસીની ટૂંક સમયમાં પરીક્ષા લેવામાં આવનાર છે તે ઓએમઆર એમસીકયુ પદ્ધતિ દ્વારા ઓફલાઈન લેવાય તેવી ઉમેદવારો માંગણી કરી હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં CCE ગ્રુપ એ ગ્રુપ બી ની જાહેરાત વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલ છે જેમાં મુદ્દા નંબર ૨૧ ની અંદર પરીક્ષા પદ્ધતિ આપેલ છે જેમાં તબક્કા એકની પ્રાથમિક પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવેલ છે જેના કારણે ગુજરાતના સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોમાં સખત અસંતોષ જોવા મળી રહ્યો છે.

 આવેદનપત્રમાં વધુમાં જણાવ્‍યું હતું કે પ્રાથમિક પરીક્ષાની ભરતી પ્રક્રિયા ખાનગી એજન્‍સી દ્વારા કુલ ૭૧ અલગ અલગ પેપર હતા પરંતુ તેમાં નોર્મલાઈઝેશન ફોર્મ્‍યુલા ના કારણે અનેક ઉમેદવારો અને અન્‍યાય થયો હતો જેમાં ઉમેદવારોના વાસ્‍તવિક ગુણમાં ૨ ગુણથી લઈને ૩૭ ગુણનો વધારો થયો હતો આ ઉપરાંત ૩૦૦ થી વધુ પ્રશ્‍નોના જવાબ ખોટા હતા આ વિવાદના કારણે ભરતી પ્રક્રિયા સામે હાઇકોર્ટમાં અનેક રીટ દાખલ કરવામાં આવી હતી તેની સામે સીસીઈ ની ૨૦૨૩-૨૪ માં ગ્રુપ બીની મુખ્‍ય પરીક્ષા તથા રેવન્‍યુ તલાટી ૨૦૨૫-૨૬ સંવર્ગની પ્રાથમિક પરીક્ષા ઓફલાઈન એમ સી કયુ એમ આર પદ્ધતિ દ્વારા લેવામાં આવી હતી જેના કારણે આ ભરતી પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપથી તથા પારદર્શક રીતે પૂર્ણ થઈ શકી હતી આમ ભૂતકાળમાં મોટી સંખ્‍યામાં ફોર્મ ભરાઈ શકે તેવી ભરતી પ્રક્રિયાઓમાં ણૂણુશ્વદ્દ પરથી સદંતર નિષ્‍ફળ નિવળત્તિ હતી અને એજન્‍સીની કામગીરી સામે પણ પ્રશ્‍નો ઉઠ્‍યા હતા. તેની સરખામણીમાં એમસીકયુ ઓએમઆર પદ્ધતિ ઝડપી અને પારદર્શક સાબિત થઈ છે આગામી સમયમાં લેવામાં આવનાર સીબીઆરટી પદ્ધતિની જગ્‍યાએ ળણૂષ્ઠ ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવે તે માટે ગુજરાતના સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોની માંગણી ઉઠી છે.

(11:10 AM IST)