હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેશોદમાં પોણા બે લાખની રોકડ ઉઠાંતરી કરનારઃ સગીર સહિત બેને પોલીસે તુર્ત જ ઝડપી લીધા
હજુ એક આરોપી ફરારઃ મધ્યપ્રદેશની ગેંગનો સખ્સઃ લોકોની રેકી કરી ટારગેટ કરતા'તા

(વિનુ જોશી દ્વારા, કમલેશ જોષી દ્વારા) જુનાગઢ, તા.૯: કેશોદમાં ૧.૭૦ રોકડની ઉઠાંતરી કરનાર સગીર આરોપી સહિત ૨ શખ્સને પોલીસે જેતપુર પાસેથી મુદ્દામાલ સાથે દબોચી લઈ અન્ય એક ફરાર શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
કેશોદના ચાર ચોક નજીક એક ઠંડા પીણાની દુકાને કોયલાણા (લાઠિયા) ગામના બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા નામનો યુવાન પોતાની બાઈક પાર્ક કરી ઠંડું પીણું પીવા જતાં સગીર સહિત ૩ ગઠિયા બાઈકના થેલામાંથી રૂપિયા ૧.૭૦ની રોકડ રકમ ઉઠાવી ગયાં હતાં.
પોલીસે બાઈક લઈ ભાગી છુટેલાં ગઠિયાઓનો પીછો કરી ગણતરીની કલાકોમાં જેતપુર નજીકથી બાઈક, રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે સગીર સહિત ૨ આરોપીને દબોચી લીધાં હતાં જયારે ૧ આરોપી ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઝડપી પાડેલ આરોપીની પુછપરછ કરતાં તેનું નામ મધ્ય પ્રદેશના હિમાંશુ ઉર્ફે લાલું કુમેરસિંહ છાયલ હોવાનું જણાવી તેમણે અમદાવાદ રૂરલમાં આવા જ પ્રકારનો એક ગુનોં આચર્યો હોવાનું અને આ ઘટનામાં તેની સાથે સામેલ સહ આરોપી જે ભાગી છૂટવા સફળ થયો તે તેનો મિત્ર હોય અને તેનું નામ બોબી દિનેશ સાંચી હોવાનું કબૂલ્યું હતું.
ડીવાયએસપી બી. સી. ઠક્કરે જણાવ્યું હતું કે, નજર ચૂંકવી મોટી રકમની તસ્કરીની આ ઘટનામાં કેશોદ પોલીસે જૂનાગઢ જિલ્લાની ક્રાઇમ બ્રાંચ તેમજ જેતપુર પોલીસની મદદ લઈ જેતપુર નજીકથી મુદામાલ સાથે સગીર સહિત ૨ ગઠિયાને ઝડપી પાડયો હતો. આરોપીઓ મધ્ય પ્રદેશની એક સક્રિય ગેંગના સભ્ય હોય મોટી રકમની હેરાફેરી કરતાં લોકોની રેકી કરી તેને ટાર્ગેટ કરતાં હોવાની વિગતો આપી હતી.
ધોળા દિવસે બનેલી ચોરીની ચોંકાવનારી ઘટનાનો પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે શહેરના ભરચક ચારચોક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં મળતી માહિતી મુજબ આરોપીઓએ તકનો લાભ લઈ બાઈકમાં મૂકેલો થેલો ઉઠાવી લીધો હતો ઘટનાની જાણ થતાં જ ચારચોક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને શહેરના મુખ્ય માર્ગો તથા પ્રવેશ પ્રસ્થાન પોઈન્ટ્સ પર નાકાબંધી કરી ચેકિંગ શરૂ કર્યું હતું પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવવા માટે તપાસ તેજ બનાવી હતી પોલીસની સતર્ક કામગીરીના પરિણામે આરોપીનો પીછો કરી તેને જેતપુર તરફના વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને ચોરીનો મુદામાલ પણ કબજે લેવામાં આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપી મધ્યપ્રદેશના કડિયા સાસી વિસ્તારનો વતની (ઉમર ૨૬) હોવાનું બહાર આવ્યું છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગુજરાતમાં આવી આવી ચોરીની ઘટનાઓને અંજામ આપી ફરી પોતાના વતનમાં ફરાર થઈ જતા હતા હોવાનું સામે આવ્યું છે કેશોદ પોલીસ દ્વારા ઝડપી અને અસરકારક કામગીરી કરી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડતા લોકોએ પોલીસની કામગીરીને વખાણી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
