<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

જનતા કોંગ્રેસના અપમાનનો જડબાતોડ જવાબ આપશે

ભાજપ જામનગર દ્વારા ખડગેના નિવેદન અંગે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઇ

(મુંકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૯: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્‍યક્ષ મલ્‍લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ વિશે કરવામાં આવેલા અપમાનજનક નિવેદનને સખત શબ્‍દોમાં વખોડતી અને આજે એક ગુજરાતી તરીકે આક્રોશ સાથે આ પ્રેસ કોન્‍ફરન્‍સ યોજવામાં આવી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્‍યક્ષ મલ્‍લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ વિશે કરવામાં આવેલા અપમાનજનક નિવેદનને સખત શબ્‍દોમાં વખોડવામાં આવેલ. ખડગેએ કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહ્યા છે, જે ૬.૫ કરોડ ગુજરાતીઓના સ્‍વાભિમાન પર સીધો પ્રહાર છે. જો જનતાએ કોંગ્રેસને વારંવાર નકારી હોય, તો તેનો અર્થ એ નથી કે જનતા મૂર્ખ છે; તેનો અર્થ એ છે કે કોંગ્રેસની નીતિઓ અને દાનત બંનેમાં ખોટ છે.

જામનગર શહેર ભાજપ દ્વારા પ્રેસ કોંફ્રેન્‍સ કરી કોંગ્રેસ નેતૃત્‍વને સવાલ પૂછવામાં આવ્‍યો છે કે શું તેઓ આ નિવેદનથી સહમત છે? જો નહીં, તો તેમણે જાહેરમાં માફી માંગવી જોઈએ.કોંગ્રેસની આ ઝેરીલી માનસિકતાને કારણે જ જનતાએ તેમને ૩૦ વર્ષથી સત્તાથી દૂર રાખ્‍યા છે.ગુજરાતની જનતા આગામી સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓમાં આ અપમાનનો જડબાતોડ જવાબ આપશે.

આ પ્રેસ કોંફ્રેન્‍સ જામનગર શહેર ભાજપ કાર્યો લઈએ આજે સાંજે છ વાગે યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્‍યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિહ જેઠવા, ભાવેશ ઠુમ્‍મર, મૃગેશ દવે, ભાજપ જામનગર શહેર મીડિયા સેલ ક્‍ન્‍વીનર ભાર્ગવ ઠાકર, સહ કન્‍વીનર નિકુલદાન ગઢવી, રમેશભાઈ રૂપારેલ ઉપસ્‍થિત રહ્યા હતા. 

(11:19 AM IST)