<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

વિરપુરના મર્ડરના ગુન્‍હામાં ૧૩ વર્ષથી વોન્‍ટેડ ઇનામી આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

પકડાયેલ આરોપી રોહનકુમાર રાવત જુનાગઢ તાલુકાના બે ગુન્‍હામાં વોન્‍ટેડ છે

રાજકોટ, તા. ૯ : વિરપુરના મર્ડરના ગુન્‍હામાં ૧૩ વર્ષથી વોન્‍ટેડ ઇનામી આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય છે જે અન્‍વયે રૂરલ એલસીબી તથા પેરોલ ફર્લો સ્‍કવોર્ડે વિરપુર પો. સ્‍ટે.ના મર્ડરના ગુન્‍હાના આરોપી રોહનકુમાર બચ્‍ચાપ્રસાદ રાવત રહે. ગોરખપુર, બેતીયાઆતા કચરા બિલ્‍ડીંગ, કાલી મંદિર પાસે, ઉત્તર પ્રદશે હાલ રહે. મેડીકલ કોલેજની કોલેજની પાછળ, શેમરા, ગોરખપુર (ઉત્તરપ્રદેશ)વાળો છેલ્લા તેર વર્ષથી રૂ નાસતો ફરતો હોય જેથી નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્‍જ રાજકોટ દ્વારા આરોપીને પકડવા સારૂ રૂા. ૮ હજારનું ઇનામ જાહેર કરવામાં આવેલ હતું. જે આરોપી બાબતે ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસથી સચોટ માહિતી એકત્રીત કરી આરોપીને પકડી પાડી વિરપુર પો. સ્‍ટે. ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી રોહનકુમાર બચ્‍ચાપ્રસાદ રાવત (૧) જુનાગઢ તાલુકા પો. સ્‍ટે. ગુ.ર.નં. ૭૩ર/ર૦ર૦ આર્મ્‍સ એકટ કલમ રપ (૧-બી) એ, ર૯ મુજબ તથા (ર) જુનાગઢ તાલુકા પો. સ્‍ટે. ગુ.ર.નં. ૭૩૭/ર૦ર૦ આર્મ્‍સ એકટ કલમ રપ (૧) (૧-બી)એ, ર૯ મુજબ ના ગુન્‍હામાં વોનટેડ છે અને તેની સામે અગાઉ જુનાગઢમાં પણ મર્ડરનો ગુન્‍હો નોંધાયો હતો.

આ કાર્યવાહી એલસીબી રાજકોટ ગ્રામ્‍યના પીઆઇ વી.વી. ઓડેદરા, પીએસઆઇ કે.એમ. ચાવડા, પીએસઆઇ એચ. સી. ગોહિલ, પીએસઆઇ આર.વી. ભીમાણી, પીએસઆઇ પી.એન. ભરવાડ, એએસઆઇ બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, એએસઆઇ અમીતસિંહ જાડેજા, હો. કોન્‍સ. હિતેષભાઇ હમીરપરા, પો. કો. મહેન્‍દ્રસિંહ સોલંકી, પો. કો. ભાવેશભાઇ મકવાણા તથા કિશોરભાઇ કુંગશીયા સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(1:18 PM IST)