<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

જામનગરના જાંબુડા પાસેથી ૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો

આદિત્‍યાણાના રાજુ ઉર્ફે દેવો ખીમાભાઈ મોરીની ધરપકડઃ ૩ ની શોધખોળઃ ટ્રક સહિત રૂા.૧.૫૯ કરોડનો મુદ્દામાલ જપ્‍ત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૯: જામનગરના જાંબુડા ગામના પાટીયા પાસેથી જામનગર એલસીબી ટીમે ટ્રકમાંથી ૧.૫૯ કરોડનો દારૂ ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, નિર્લિપ્ત રાય નાઓ ધ્‍વારા પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્‍ત નાબુદ કરવા સારૂ પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ. શ્રી વી.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા સ્‍ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્‍યાન એલ.સી.બી. સ્‍ટાફના મયુરસિંહ પરમાર, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા તથા રૂષીરાજસિંહ વાળાને મળેલ ખાનગી સંયુકત બાતમી હકિકત આધારે જામનગર રાજકોટ હાઇવે રોડ ઉપર જાંબુડાગામના પાટીયા પાસે રોડ ઉપરથી નીચે જણાવેલ આરોપીના કબ્‍જાની ભારત બેન્‍જ કંપનીના ટ્રક માંથી અલગ અલગ બ્રાન્‍ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૨૯,૨૪૩ કિ.રૂ. ૧,૩૯,૭૯,૮૦૦/ તથા મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦/ તથા ટ્રક કિ.રૂ. ૨૦,૦૦,૦૦૦/ મળી કુલ રૂ. ૧,૫૯,૮૪,૮૦૦/ ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી, મજકુર આરોપીઓ વિરૂધ્‍ધ પો. હેડ કોન્‍સ. હિતેન્‍દ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સબ ઇન્‍સ. શ્રી એમ.વી.ભાટીયા નાઓએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પોલીસે રાજુ ઉર્ફે દેવો ખીમાભાઇ દાનાભાઇ મોરી રહે. સેમલકી ખુણાનો નેશ, ખંભાળાની બાજુમાં, તા.રાણાવાવ જી.પોરબંદર હાલ- આદીત્‍યાણાગામ, સરકારી હાઇસ્‍કુલની પાછળ, તા.જી. પોરબંદરની ધરપકડ કરી છે જ્‍યારે કરશન કાનાભાઈ કોડીયાતર રહે,ગડીયાવાળો નેશ તા. રાણાવાવ (દારૂ મંગાવનાર મુખ્‍ય આરોપીટ્‍ઠ. દુદા દેવરાજભાઇ કોડીયાતર રહે, કપુરડીનેશ તા.ભાણવડ (દારૂ મંગાવનાર મુખ્‍ય આરોપી). દારૂ ભરી આપનાર અજાણયો માણસ કે જેને કરશન કડીયાતર ઓળખે છે તે તથા તપાસમાં ખુલ્લે તે તમામની શોધખોળ હાથ ધરી છે.

ઇગ્‍લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૨૯,૨૪૩ કિ.રૂ. ૧,૩૯,૭૯.૮૦૦/ ટ્રક નંબર જી.જે.૦૩ બીવાય ૭૭૬૯ કિ.રૂ. ૨૦,૦૦,૦૦૦/ મોબાઇલ ફોન-૧ કિ.રૂ. ૫૦૦૦/

કુલ મુદામાલ રૂ. ૧,૫૯,૮૪,૮૦૦/ જપ્‍ત કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાર્લિહ જાડેજા,ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ધમેન્‍દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામાં આવેલ છે. 

(12:12 PM IST)