હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ‘‘વેપારી ફેકટર'' નિર્ણાયક
ભાજપ સાથે જોડાયેલા વેપારીઓની વધતી સંખ્યા : કોંગ્રેસ પાસે વેપારી વર્ગમાં ગણ્યાં-ગાંઠયા ચહેરા : મહાજન વર્ગના આગેવાનોને જવાબદારી

પોરબંદર, તા. ૯ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ‘વેપારી ફેક્ટર' નિર્ણાયક બને તેવું હાલની રાજકીય સ્થિતિ જોતા જણાય રહ્યું છે.
ચૂંટણીઓનો જંગ જામી રહ્યો છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાના ગણિત માંડી રહ્યા છે. આ વખતે ચૂંટણીના પરિણામોમાં સૌથી મહત્વનું પાસું ‘વેપારી વર્ગ' છે. લોહાણા સમાજનું પ્રભુત્વ શહેરમાં ઘણું સારૂ છે અને એટલા માટે બધા પક્ષો લોહાણા સમાજ ને મહત્વ ની જવાબદારીઓ આપે છે એટલે કે ભાજપમાંથી પણ કેટલી જવાબદારી ઓ સોંપવા મા આવી છે અને આપ મા થી પણ લોહાણા સમાજના આગેવાનોને મહત્વ ની જવાબદારી આપી છે કોંગ્રેસ એની સામે લોહાણા સમાજના લોકોને જવાબદારી સોંપે એ પ્રમાણે એ જોવાનું રહ્યું તે સાબિત થવા જઈ રહ્યો છે. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વેપારીઓના સમર્થન બાબતે મોટું અંતર જોવા મળી રહ્યું છે, જેની સીધી અસર મતદાન પર પડી શકે તેમ છે.
ભારતીય જનતા પાર્ટી પાસે હાલમાં વેપારીઓનું વિશાળ નેટવર્ક છે. પક્ષના માળખામાં પણ વેપારી સમાજને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
વેપારી નેતળત્વમાં પોરબંદર જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ પોતે વેપારી સમાજમાંર્થીં આવે છે, જેના કારણે વેપારીઓની નાડ પારખવી ભાજપ માટે સરળ બની છે.
મોટું સંગઠનમાં ભાજપ સાથે જોડાયેલા વેપારીઓની સંખ્યા અને તેમની સક્રિયતા વિરોધ પક્ષો કરતા અનેકગણી વધારે જોવા મળી રહી છે.
બીજી તરફ, કોંગ્રેસ પાસે વેપારી વર્ગમાં ગણ્યા-ગાંઠ્યા ચહેરાઓ જ બાકી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કોંગ્રેસ હાલમાં માત્ર અમુક ચોક્કસ મુદ્દાઓ અથવા સીમિત ફેક્ટર્સ પર આધાર રાખી રહી છે.
વેપારી સમુદાયના મોટા સંગઠનોનું સમર્થન મેળવવામાં કોંગ્રેસ ભાજપ કરતા પાછળ દેખાઈ રહી છે. ચૂંટણી પરિણામો પર શું અસર થશે? તે પ્રશ્ને
ચૂંટણી વિશ્લેષકો માની રહ્યા છે કે વેપારી સેક્ટર જે રીતે કામ કરે છે, તે કોઈ પણ બેઠકનું પરિણામ બદલવાની ક્ષમતા રાખે છે.
આર્થિક પ્રભાવમાં વેપારીઓ માત્ર મત નથી આપતા, પણ ચૂંટણીના માહોલ અને અર્થતંત્ર પર પણ પ્રભાવ પાડે છે. માઇક્રો-મેનેજમેન્ટમાં ભાજપ પાસે વેપારીઓનું જે મોટું જૂથ છે, તે બૂથ લેવલ સુધી કામ કરી શકે છે. કોંગ્રેસની રણનીતિઃ શું કોંગ્રેસનું કોઈ એકાદ ખાસ ફેક્ટર ભાજપના આ પ્રચંડ વેપારી સમર્થનને ટક્કર આપી શકશે? તે જોવું રસપ્રદ રહેશે.
આગામી ચૂંટણીઓમાં જોવાનું એ રહેશે કે ભાજપના જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ અને વેપારીઓનું મોટું સંગઠન જીતનો માર્ગ મોકળો કરે છે, કે પછી કોંગ્રેસ કોઈ ચોક્કસ રણનીતિથી આ ગઢમાં ગાબડું પાડે છે? વેપારી વર્ગનો ઝુકાવ જે તરફ રહેશે? સત્તાના સિંહાસનનો રસ્તો ત્યાંથી જ પસાર થશે તેવુ રાજકીય વિશ્લેક્ષકો તારણ કાઢી રહ્યાં છે.
પરેશ પારેખ
પોરબંદર









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
