હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th April 2026
જેતપુર ‘અકિલા'ના પત્રકાર નાનુભાઇ ઓઝાના બન્ને પૌત્રની બીકોમની પરીક્ષામાં સિધ્ધી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૯ :.. શહેરની જી કે સી કે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા જેતપુરના સિનિયર પત્રકાર નાનુભાઈ ઓઝાના પૌત્ર હાર્દિક મનીષભાઈ ઓઝા તેમજ હર્ષ મનીષભાઈ ઓઝા એ વર્ષ ૨૦૨૪-૨૫ માં લેવાયેલ થર્ડ બીકોમ ની પરીક્ષામાં કોલેજમાં ત્રીજો તેમજ ચોથો ક્રમાંક મેળવી પરિવાર તેમજ કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસરોએ શુભેચ્છા પાઠવી છે. બન્ને ભાઈઓ અભ્યાસમાં શરૂઆત થી હોશિયાર હોય તેમજ બન્ને ને ટકાવારી પણ સરખીજ આવે છે. તેની સફળતા માટે ઠેર ઠેર થી શુભેચ્છાઓ મળી રહી છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
