હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th April 2026
પોરબંદરઃ છેતરપીંડીના ગુન્હામાં નાસી ગયેલો આરોપી ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૯, છેતરપીંડીના ગુન્હામાં નાસી ગયેલ રાણાકંડોરાણાના દિવ્યેશ દુદાભાઇને પોલીસે પકડી લીધો છે. કુતિયાણા પો. સ્ટે. ના સર્વલન્સ સ્ટાફના પેટ્રોલીંગ દરમ્યાન પો. કોન્સ. વિજય ખીમાણંદભાઇ ગાગીયા તથા અક્ષયકુમાર જગતસિંહ ઝાલાને બાતમીના આધારે નવરંગપુરા પો. સ્ટે.ના બી.એન.એસ. કલમ-૩૧૬(ર),૩૧૮ (૪),પ૪ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતો આરોપી દિવ્યેશ દુદાભાઇ બારીયા ઉ.વ. ર૬ અટક કરી કાર્યવાહી કરી છે.
નાસી ગયેલ આરોપીને પકડવાની કામગીરી પો. ઇન્સ. એમ.ડી.વાળા તથા પોલીસ હેડ કોન્સ. પી.આર.ઓડેદરા તથા વાય.એસ.વાળા તથા પોલીસ કોન્સ. વિજય ખીમાણંદભાઇ ગાગીયા, તથા અક્ષયકુમાર જગતસિંહ ઝાલા તથા અશ્વિનભાઇ વેજાભાઇ વરૂ તથા ભરત ભોજાભાઇ ગોજીયા તથા અલ્તાબ હુશેનભાઇ સમા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
