હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રી રામચરિત માનસએ વિશ્વની પરમ આચાર વિચાર,ઉચ્ચાર સંહિત્વ છેઃ પૂ. મોરારીબાપુ
દહેરાદુનમાં ‘‘ માનસ વિષ્ણુ પ્રયાગ'' શ્રી રામકથાનો આજને છઠ્ઠો દિવસ

૨ાજકોટઃ તા.૯, દિવ્ય -ભવ્ય અને સેવ્ય ભૂમિ વિષ્ણુંપ્રયાગના શિતલ વાયુમંડળમાં પ્રવાહિત થઇ રહેલ રામકથા ‘‘માનસ વિષ્ણુ પ્રયાગ''ના છઠ્ઠા દિવસે ગઇ કાલે-કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહયું કે- શીખધર્મમાં સિમરન-સુમિરન-શબ્દનો મોટો મહિમા છે. સ્મૃતિ ભૂતકાળ સાથે જોડી આપે છે અને અભિલાષા ભવિષ્ય સાથે જોડી આપે છે. સ્મૃતિ સારી અને ખરાબ પણ હોયછે, સમસ્ત અભિલાષાઓનું શમન થાય તો પરમાત્મા સાથે જોડાણ થાય, સ્મૃતિ એ ખૂબ સુંદર બંધન છે, સિમરન એ રોકડ અમૃત છે, આપણે ત્યાં સેવા સ્મરણ અને સ્મરણ સેવા એવું કહેવાય છે, સ્મરણ સૌથી મોટી પરમાત્માની સેવા છે. ભજનએ પણ સેવા જ છે, સાધુએ સ્મરણના ભોગે-ભજનના ભોગે સેવા પણ ન કરવી, સેવા કરે અન્ય લોકો સમાજ, સરકાર, પ્રજા...વગેરે...સ્મરણ આપણે નિરંતર વર્તમાનમાં રાખે છે, એટલે જ તો, ગુરૂ નાનક કેવળ સ્મરણનો -સુમિરનનો મહિમા કહે છે.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે, ઓશો એક દૃષ્ટાંત કહે છે કે રામાનુજાચાર્ય પાસે એક વ્યકિત જાય છે અને કહે છે કે મને સન્યાસ આપો, તો જવાબ મળ્યો, તે કોઇને પ્રેમ કર્યો છે ? તો પેલો કહે કે, ના ત્યારે ભગવાન એને કહે છે કે, તો તને સન્યાસ કયાંથી આપું? પ્રેમ કરવાવાળો સ્વયં પ્રેમ બની જાય છે...માતા જેમ પાથીયે પાથીએ તેલ નાખે એમ હું પોથીએ પોથીએ તેલ નાખું છું. (મનોજ જોશી ‘‘ મજો''-રાજકોટ (મો. નં. ૯૧૪૦૨ ૧૩૧૩૦, મો.૯૪૨૬૨ ૪૨૧૧૫)
બાપ...બાપ...બાપ...બાપ...
કથાના પ્રેમસંવાદમા઼ બાપુએ પ્રેમપૂર્વક સ્પષ્ટતા કરતા કહયું કે લોકોને પ્રશ્ન થાયછે કે બાપુ, કથા પ્રારંભે તમે ચાર વખત ‘બાપ' એવું કહો છો એનો અર્થ શું ? જવાબઃ પ્રથમ વખત ‘બાપ' બોલું છે એ બાળકો માટે, બીજી વખત યુવાનો માટે, ત્રીજી વખત મારા વડિલો,વૃધ્ધો,માતા-પિતા સમાન સૌ વડિલો માટે અને ચોથ વખત ભગવાન-પરમતત્વ માટે ‘બાપ' શબ્દ બોલું છું. આ ‘બાપ' શબ્દ ઉચ્ચારણ વર્ષોથી બોલું છું શિક્ષકની ટ્રેનીંગ વખતે મારી સાથે મહેશ પંડયા ભણતો એને પણ હું કહેતો , ‘બાપ' આ માળા લે, બધુ થઇ જશે, આમ બાપુએ ચાર વખત ‘બાપ' શબ્દ બોલવા સંદર્ભે આ વાત કહી હતી.
સાધુનો પોકાર...
કથાના સંવાદ દરમ્યાન મહાભારતના યુધ્ધનો સંદર્ભ આવતા બાપુએ સાપ્રત સમયની સ્થિતિ અંગે ભીની આંખે પોકાર..કરતા કહયું, એક સાધુનો પોકાર છે, હવે આ યુધ્ધ બંધ થવું જોઇએ, બાપ ! બંધ કરો, બંધ કરો, કયાં









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
